ગુજરાત ધર્મ અને સંતો ની ભૂમિ છે. અત્રે સ્થાપત્ય કલા નાં બેનમૂન સ્થળો જોવા મળે છે.ભારતીય પરંપરા નાં જીવંત, વાસ્તુ કળા ના સ્થળો , ઐતિહાસિક જગ્યાઓ, સાંસ્કૃતિક ધરોહર ગુર્જર ભૂમિ માં આવેલાં છે. ભવ્ય ઇતિહાસ ધરાવતું ગુજરાત ધર્મ, આધ્યાત્મ, એમ અનેક રીતે સમૃદ્ધ વારસો ધરાવે છે. વટ, વચન અને વહેવાર ની આ ધરા પર રાજાઓ નો ઈતિહાસ, સાધુ,સંતો ની કથાઓ, ગાયો ની વ્હારે ખપી જનાર જવાં મર્દ નાં પાળિયાઓ, અમર પ્રેમ કહાનીઓ, યુદ્ધ મેદાન માં પોતાનાં સૌર્ય થી તલવાર ની અણી એ ઇતિહાસ લખાયા છે. ટુકડો ત્યાં હરિ ઢુકડો મુજબ જીવન ખપાવી દેનારા મહાન આત્માઓ નાં આશ્રમો આજે પણ ધમધમે છે. હર દશ કિલોમીટર નાં અંતર માં હરિ હર ની હાકલ પડે છે એવા ધર્મ સ્થળો આવેલાં છે.
ગામડે ગામડે સંતો, મહંતો નાં મંદિરો, સમાધિઓ આવેલી છે. અહીં ની માટી નાં બહારવટીયા પણ નીતિ રીતિ થી જીવન જીવી ગયા. નવાંણે નીર માટે અભય સિંહે જીવ હોમી દીધો.અહીં સ્વર્ગ લોક અપ્સરા હોથલ પદમણી ને આવવું પડે છે.ધર્મરક્ષા કાજે પ્રાણ હથેળી માં લઇ ને રણભુમિ માં દુશ્મનો ને ઉભા ચીરી નાખનારા વિર હમીજી જી ગોહિલ ને આજે પણ ભગવાન સોમનાથ ની ધ્વજા એમનાં ચરણો માં ચડાવ્યા બાદ મંદિર પર ફરકે છે. કચ્છ નાં રાજાઓ, જૂનાગઢ નો યુગ જુનો ભવ્ય ઇતિહાસ, રા ખેંગાર, રાણકદેવી, પાટણ ની રાણી, મોરબી, રાજકોટ, સુરત, ભાવનગર, સૌરાષ્ટ્ર,… અનેક ગણાં નામો રહી જાય છે. અક્ષર ધામ, સ્વામી નારાયણ સંપ્રદાય નાં અનેક સ્થળો,જગ જુનાં મંદિરો,ગુફાઓ, પહાડો, નદીઓ,પાંચ હજાર વર્ષ જુની સભ્યતા ધોળાવીરા, લોથલ,સતી ઓ… અતિ ભવ્ય ઇતિહાસ ધરાવતી ગુર્જર ભૂમિ માં ભોળાનાથ સ્વયં સોમનાથ મંદિર માં બિરાજે છે. મથુરા માં જન્મી ને ગોકુળ માં મોટો થયેલો કાળિયો ઠાકોર ગુજરાત માં આવી ને સોના ની નગરી બનાવે છે અને સમય આવ્યે દરિયા માં ડુબાડી પણ દે છે. આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ ની દ્વારિકા નગરી નાં અવશેષો દરિયા માં ધરબાયેલાં પડ્યાં છે. દ્વારકા માં શ્રી કૃષ્ણ નું અતિ વિશાળ મંદિર આવેલું છે.તો રુક્મિણી મંદિર પણ આવેલું છે.પાંડવ કાલીન અનેક સ્થળો આવેલ છે. અંબાજી માતા નું ભવ્ય મંદિર, સ્થાપત્ય કલા નું વિચાર મગ્ન કરી દે એવું મોઢેરા માં સુર્ય મંદિર આવેલું છે. કાલિકા મંદિર, પાવગઢ, શ્રી શત્રુંજય તીર્થ , પાલીતાણા, સાંદિપની મંદિર , પોરબંદર, સુર્ય મંદિર બોરસદ, શામળા જી મંદિર અરવલ્લી, બાલા હનુમાન મંદિર , જામનગર, કીર્તિ મંદિર પોરબંદર, ચોટીલા, ખોડીયાર માતાજી મંદિર, માટેલ, સુર્ય મંદિર જીણાવારી, કોટેશ્વર મહાદેવ મંદિર, નારાયણ સરોવર, ડાકોરજી, ચામુંડા મંદિર, ખોખરા મંદિર, નવલખા મંદિર, બહુચરાજી, ભાથીજી મંદિર, ભદ્રેશ્વર જૈન મંદિર, વાછડા દાદા નું મંદિર, આશાપુરા મંદિર, મોમાય માતાજી મંદિર, રવેચી માતાજી મંદિર, સુદામા મંદિર, ગાયત્રી મંદિર, શારદા મંદિર, સરસ્વતી મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ત્રિકમ રાય મંદિર, તખ્તેસ્વર મંદિર, સ્વામી નારાયણ મંદિર, ઉમૈયા ધામ, ખોડલ મંદિર, રાજપરા, વીરપુર, ગઢડા, બગદાણા, વળતાલ, સાળંગપુર, બોચાસણ, ફાગવેલ, પરબ, સતાધાર, સામઢીયાળા, કોટેશ્વર, ગોપનાથ, કાયાવારોહણ , નારેશ્વર, ગલતેશ્વર, ડાકોર, કામરેજ,
ફૂલમાતા, આરોગ્યમાતા, નિષ્કલંક માતા, વરૂડી માતા, સોનલ માતા, મોગલ ધામ, રાંદલ દળવા, સંજાણ જ્યાં પારસીઓ સૌ પ્રથમ ભારત માં ઉતર્યા હતા, યહૂદી ઓ નું ધર્મ સ્થાન ખમાસા, મુસ્લિમો ની પીર ફકીરો ની દરગાહો એમ અનેક સ્થળ આવેલ છે.
ગુજરાત માં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ અનેક સ્થળો આવેલાં છે. ગોહિલવાડ ટિંબા , (અમરેલી )કાશી વિશ્વનાથ મંદિર નાં ભીંત ચિત્રો, (લાઠી )
પ્રાચીન ટિંબો ( વેણીવદર – અમરેલી ) બોરસદ વાવ (આણંદ) પ્રાચીન ટિંબો (સિહોર -ભાવનગર ), પ્રાચીન ટિંબો ( વલભીપુર – ભાવનગર), દરબાર ગઢ ( સિહોર – ભાવનગર) , જૈન મંદિરો ( તળાજા) ,ગુફાઓ ( તળાજા) , શિવ મંદિર ( દાહોદ) , સર્પાકાર વાવ , દરવાજો, ત્રણ ઓરડાઓ, દિવાલો,કિલ્લો , વાવ ( ચાંપાનેર), અટક દરવાજો, બુઢીયો દરવાજો, મોટો દરવાજો , ઓરડાઓ, પગથિયાં, મકાઈ કોઠાર, પતઈ રાવલ નો કિલ્લો, ખંડિત મંદિરો, અનેક દરવાજાઓ, નવલખો કોઠાર ( પાવાગઢ) , રુદ્ર મહાલય મંદિર ( દેસર – હાલોલ) , કંકેશ્વર મહાદેવ મંદિર ( કંકણપુર – ગોધરા) , રતનેશ્વર મંદિર- પૌરાણિક મુર્તિ ઓ,( રતનપુર – ગોધરા), રુડાબાઈ ની વાવ – અડાલજ ની વાવ ( અડાલજ – ગાંધીનગર) , દૂર્વાશા ઋષિ આશ્રમ – પિંડારા મંદિર સંકુલ ( કલ્યાણપુર – દેવભૂમિ દ્વારકા), કાલિકા માતાનું મંદિર ( નવી ધ્રેવાડ – દેવભૂમિ દ્વારકા), ગોકેશ્વર મહાદેવ મંદિર ( લોરાવાલી – દેવભૂમિ દ્વારકા), રામ લક્ષ્મણ નું મંદિર ( બરડિયા – દેવભૂમિ દ્વારકા) દ્વારકાધિશ મંદિર તેના પ્રાંગણ સાથે ( દેવભૂમિ દ્વારકા), ક્ષતપ લેખો ( દેવભૂમિ દ્વારકા), રુકમણી મંદિર ( દેવભૂમિ દ્વારકા), ધ્રાસણવેલ મંદિર ( દેવભૂમિ દ્વારકા), ગુહાદિત્ય મંદિર ( વરવાળા દેવભૂમિ દ્વારકા), જૂનાગઢી જૈન મંદિર, જુનાં મંદિરો, કનકેશ્વર મહાદેવ મંદિર ( વસઇ દેવભૂમિ દ્વારકા), ગોપ મંદિર ( ઝીણાવારી – જામનગર), અશોક શિલાલેખ ( જુનાગઢ), પ્યારા બાવા ની ગુફાઓ, ખાપરા કોડિયા ના ભોંયરા,ઉપર કોટ બૌદ્ધ ગુફાઓ ( જુનાગઢ), પ્રાચીન ટિંબો ( ઇંટવા જુનાગઢ), મહાદેવ નાં ચોક આસપાસ ની પડતર જગ્યા સાથે નું રણછોડ રાય નું મંદિર,( મુળ દ્વારકા – વિસાવાડા, પોરબંદર), વિઠ્ઠલ ભાઈ ની હવેલી ( વાસ્કો – ખેડા), ભમરિયો કૂવો ( અમદાવાદ), ગળતેશ્વર મહાદેવ મંદિર (સરનાલ – ખેડા), રાવ લખપતજી ની છત્રી ( ભુજ- કચ્છ), શિવ મંદિર ( કોટાય- કચ્છ), સૂરકોટડા નું ખોદકામ ( કચ્છ), મલાઈ માતા મંદિર ( પાલોદર – મહેસાણા), હિંગલાજ મંદિર , પંચમુખી મહાદેવ મંદિર, સભા મંડપ, પ્રાચીન મંદિર ( ખાંડોસર – મહેસાણા), જશમલ નાથજી મહાદેવ મંદિર (આસોડા – મહેસાણા), અજયપાલ કુંડ, કીર્તિ તોરણ, અર્જુન બારી, દરવાજા પર નું લખાણ, તાના રીરી ( વડનગર -મહેસાણા), કુંડ (વિજાપુર), સુર્ય મંદિર ( મોઢેરા), રાણકી વાવ , રુદ્ર મહાલય મંદિર નાં ખંડેર, નીલકંઠ મહાદેવ મંદિર, સીવાઇ માતા, દેરાં ઓ, સંડેરી મંદિર, સીતા મંદિર, સુર્ય ચિત્ર વાળું તોરણ, લિંબીજી માતા મંદિર,સહસ્ત્રલિંગી તળાવ ( પાટણ), કીર્તિ મંદિર ( પોરબંદર), પ્રાચીન શિવ મંદિર ( મિંયાણી – પોરબંદર), ઢાંક ગુફાઓ ( ઢાંક – રાજકોટ), રોડા નાં મંદિર સમુહો ( ખેર અને રોડા – સાબરકાંઠા), પ્રાચીન જગ્યા ( કામરેજ – સુરત), રાણકદેવી મંદિર ( વઢવાણ- સુરેન્દ્રનગર), પ્રાચીન ટિંબો ( રંગપુર – સુરેન્દ્રનગર), સુર્યમંદિર ( થાનગઢ- સુરેન્દ્રનગર), નવલખા મંદિર , ગામ માં પ્રાચીન ટિંબો, જગ્યા, ગણેશ મંદિર,(સેજકપર – સુરેન્દ્રનગર), દરબાર ગઢ ( હળવદ – સુરેન્દ્રનગર ), અનંતેશ્વર મહાદેવ મંદિર ( ભડીયા – સુરેન્દ્રનગર), ભાઉ તાંબેકર નાં વાડા માં ભીંત ચિત્રો વાળો ઓરડો, પ્રાચીન ખોદકામ નું સ્થળ, તોરણ નું પ્રવેશ દ્વાર, સંધ્યાપુર નું પ્રાચીન સ્થળ,
વડોદરા નો દરવાજો, હીરા દરવાજો, ચાંપાનેરી દરવાજો, નાંદેડી દરવાજો સંલગ્ન બાંધકામ સાથે, સપ્તમુખી વાવ, અમરજપુરા,
અન્ય ઐતિહાસિક સ્થળો ( આ તમામ સ્થળો વડોદરા), પ્રાચીન નગર ધોળાવીરા ( વાગડ- કચ્છ), પ્રાચીન સ્થળ જુની કુરેણ ( કચ્છ), કાળો ડુંગર, કચ્છ મહેલ, આઇના મહેલ, હમીર સર તળાવ…એમ અનેક ઐતિહાસિક સ્થળો આવેલાં છે.
પાંચકુવા , કાંકરિયા તળાવ, પ્રાચીન વાવ, લાલ દરવાજા, એમ અમદાવાદ માં અનેક ઐતિહાસિક સ્થળો આવેલાં છે. ટિંબો ( અમરેલી), આદનાથ મહાદેવ મંદિર , કાંધમર્દ માં બે શીલા લેખો, ગંગાનાથ મહાદેવ મંદિર એમ ગીર સોમનાથ માં ખૂબ જ પ્રાચીન અનેક સ્થળો આવેલાં છે. પ્રાચીન શિવ મંદિર ( કસરા – બનાસકાંઠા), કુંભેસ્વર મહાદેવ મંદિર સહિત નાં અસંખ્ય મંદિરો તથા જુની જગ્યાઓ,સાંસ્કૃતિક ધરોહર આવેલ છે. મીઠીવાવ ( બનાસકાંઠા), ઝાલોરા ગઢ ટિંબો (રાધનપુર), કડિયા ડુંગર ( ઝાઝપોર ભરૂચ), હપિયાયા ટિંબો , ગંગા છત્રી, જુના દરબાર ગઢ ની કોતરણી ઓ, ભવનાથ મહાદેવ મંદિર, ફિરંગી દેવળ, બ્રહ્મકુંડ, શતશેરી, મિનારા, પ્રાચીન મંદિર એક અનેક જગ્યા ઓ ભાવનગર માં આવેલી છે.
(ભાવનગર), કુંડ તોરણ, ધોળી ફુઇ ની વાવ, વોરી વાવ, બત્રીસ કોઠા ની વાવ, મોટા તોડા વાળી વાવ, ભદ્રકાળી ની વાવ એમ ખેડા જીલ્લા માં વાવ સહિત અનેક જગ્યાઓ આવેલી છે. ભદ્રેશ્વર મંદિર ( અંજાર – કચ્છ), મેકમરડો નો બંગલો – નાયબ કલેકટર નાં બંગલા નાં ભીંત ચિત્રો ( અંજાર – કચ્છ), બે શૈલ ગુફાઓ ( દેશલપર -કચ્છ), પુંઅરેસ્વર મંદિર ( કચ્છ), મોટી મેડી ( પુંઅરાગઢ – કચ્છ), કંથકોટ નાં દરવાજાઓ, જૈન મંદિર, સુર્ય મંદિર,( ભચાઉ- કચ્છ), શિવ મંદિર ( કેરા – કચ્છ), રામ કુંડ ( ભુજ- કચ્છ), જુનું મંદિર ( ભદ્રેશ્વર- કચ્છ), આઇ નો ડેરો ( ચિત્રોડ- કચ્છ), શાઈ ગુફાઓ ( કચ્છ), પાબુમઢ ( સુવઈ – વાગડ), શોભારેલ નો ટિંબો ( ચાંપર – કચ્છ), પાઢરગઢ ( કચ્છ), લખપત નો કિલ્લો (કચ્છ), ભુવડેશ્વર મહાદેવ મંદિર ( ભુવડ – કચ્છ), લખપત ગુરુદ્વારા સાહેબ ( કચ્છ), કીર્તિ સ્તંભ ( માછરડા – જામનગર), પ્રાચીન મંદિર ( દાત્રાણા – દેવભૂમિ દ્વારકા), પાટણ ની શૈલ ગુફાઓ અથવા ખાપરા કોડિયા નાં ભોંયરા ( પાટણ , જામજોધપુર, જામનગર), આમરા ટિંબો ( જામનગર), ઐતિહાસિક શિવ મંદિર ( જામનગર), કોઠો ભૂજીયો ( જામનગર), ખંભાળિયા દરવાજો ( જામનગર), લાખોટા તળાવ, મિનારો, નાગનાથ મંદિર,
બેડ ટિંબો, મોડા ટિંબો, નરમાણા ટિંબો, લાખાબાવળ ટિંબો,વસઇ ટિંબો, યુદ્ધ સ્મારક પાળિયા ઓ, કોઠો.. આ અને અન્ય અનેક ઐતિહાસિક સ્થળો જામનગર જીલ્લા માં આવેલ છે. ઉપરાંત ભૂચરમોરી ની ભૂમિ જેમાં આજે પણ પાળિયા ઓ ધરબાયેલા જોવા મળે છે.
કાલિકા મંદિર , રાવ નો નેસ, કિલેશ્વર નજીક નાં કિલ્લા ઓ , છેલસર તળાવ, પાળ પર આવેલાં ઐતિહાસિક મંદિરો, રામ પોળ દરવાજો, વિકિયા વાવ, સોન કંસારી, પાંચ મંદિરો, ધિંગેશ્વર, ભિમેશ્વર, ભવનેશ્વર નાં મંદિરો, મોડપર નો કિલ્લો, વાવ, શૈલ ગુફાઓ, પનોતી મંદિર, શનિ મંદિર, શનિ વાવ, આ અને આવા અસંખ્ય સ્થળો દેવભુમિ દ્વારિકા માં આવેલ છે.
ગીર સોમનાથ જીલ્લા માં બે શીલા લેખો, અજારા પાર્શ્વનાથ, ગરમ પાણી નાં સાત કુંડ, ઉના સ્થિત તળાવ નજીક નાં શીલા લેખો, ભીમાચાસ , ગુપ્ત પ્રયાગ, ગુપ્ત પ્રયાગ કુંડ, વેજલ કોઠો, શાહ કોઠો, તળાવ, નાગર નો ટિંબો, પ્રાચીન ગુફાઓ, ભદ્રકાળી માતા નો શીલાલેખ, પ્રભાસ પાટણ, મોટા દરવાજા નજીક નાં શીલાલેખ, રુદ્રેશ્વર, વરનેશ્વર, શવ ટિંબો, હર્ષદ માતા નો શીલાલેખ, હવન કુંડ, નવદુર્ગા મંદિર,શાના ગુફાઓ એમ પ્રભાસ પાટણ, વેરાવળ, સુત્રાપાડા માં અનેક ઐતિહાસિક સ્થળો આવેલાં છે.
પોરબંદર નાં કુતિયાણા ગામ માં પુજારી વાવ માં ક્ષેત્રપાળ ની મૂર્તિઓ આવેલી છે. જૂનાગઢ માં હર એક એકર માં કોઈ ને કોઈ ઐતિહાસિક સ્થળ આવેલું છે. મહેલ, અડી કડીની વાવ, નવઘણ કુવો, રા માંડલિક નો શીલાલેખ, લશ્કરીવાવ, અશોક નો શિલાલેખ, દામોદર કુંડ, દાતાર નો ચીલો, ગુરુ દત્તાત્રેય મંદિર, બોરિયા સ્મારક, નરસિંહ મહેતા નો ચોરો, પંચેશ્વર ગુફાઓ, માઈ ગડેચી નો શીલાલેખ, ગોરખ શિખર ટુંક, ગૌ મુખી, ભીમ કુંડ, ભૈરવ જપ, ભગવાન શ્રી રામચંદ્રજી ની પાદુકા, હનુમાન ધારા, હાથી પગલાં, સુર્ય મંદિર, બૌદ્ધ સ્તૂપ, અનેક સુર્ય મંદિરો, વિષ્ણુ મંદિર, ધન્વંતરિ નો પાળિયો, દાહ સંસ્કાર નો સ્મારક પથ્થર, નાની વાવ નાં શીલાલેખો, રા ખેંગાર નો મહેલ , વિજયેશ્વર મહાદેવ નો શીલા લેખ, રા ખેંગાર વાવ, ગોરખ નાથ મહાદેવ,હોથલ પદમણી ની ગુફાઓ એમ અનેક ઐતિહાસિક સ્થળ આવેલ છે. જૂનાગઢ માં શિવરાત્રિ નાં લાખો સાધુ બાવા ઓ ઉમટી પડે છે. કુંડ માં સ્નાન કરીને ધન્ય બની જાય છે.
ચૌમુખી વાવ , તળાવ નજીક નું મંદિર ( ચોબારી – સુરેન્દ્રનગર), તરણેતર મંદિર. મુનીબાબા મંદિર, પંચાયત મંદિર, ગુફાઓ, જિન દરવાજો, એમ અનેક દરવાજાઓ, સરોવર, કુંડ, માતરી વાવ, પ્રાચીન અવશેષ, ગ્રામ દેવી મંદિર, ગંગાવો કુંડ , માનવ મામા મંદિર, રાજબાઇ વાવ, મંદિર,( રાજપરા), ગંગા વાવ ( વઢવાણ), માધાવાવ, એમ અનેક ઐતિહાસિક સ્થળો આવેલાં છે.
સુંદરી ભવાની મંદિર ( હળવદ- મોરબી), પ્રાચીન વાવ ( મોરબી), રાધા કૃષ્ણ નું મંદિર (ધરમપુર – વલસાડ), અંબાપુર ની વાવ ( ગાંધીનગર), અર્જુન ચોરી , હિડંબા કુંડ, ત્રણ પ્રવેશદ્વાર સહિત નું મંદિર, ઘુંમટ વાળું મંદિર, ભીમ ચોરી, વહુ ની વાવ, શિકાર મઢી, શીલાલેખ સાથે નું મંદિર, સાસુ ની વાવ, અનેક પ્રાચીન મંદિર, આ તમામ સ્થળો લવાણા – મહીસાગર માં આવેલાં છે.
પાવાગઢ કિલ્લો, માચી કિલ્લો, બવમાન કિલ્લો, ખુનેશ્વર કિલ્લો, શિકારી બારી નો કિલ્લો, ઉલન ઝૂલન ની ચૌકી, મલિક નગર ની હવેલી,
વણઝારી વારી, ગડી કુંડલ દરવાજા, જય સિંઘ નો મહેલ, સેનાપતિ ની કોઠી, મેઢી તળાવ, માચી હવેલી, મરાઠા નો મહેલ, રાણી નો મહેલ, બંધ, લીલી ગુંબજ પાસે ની કોઠી, ભાંગેલું દેરું, છત્રીસ થાંભલા નું ભોંયરું, નવલખી તળાવ, ભૂગર્ભ ચેનલ, પત્થર નો પુલ, સરિયા વખાર ની ઉપર આવેલ બેરક,આ અને આવાં તો અનેક પ્રકારના સ્થળો આવેલાં છે. આ ભૂમિ પર માં પાવા તે ગઢ થી ઉતર્યા મહાકાળી રે લખાયું. ચાંપાનેર – પાવાગઢ પંચમહાલ જીલ્લા માં આવે છે. આ જીલ્લા નાં અન્ય સ્થળો જોઈએ તો હાલોલ માં સિંઘ માતા ની વાવ, ચંદ્રલેખા ( સુરજકલા) વાવ ( હાલોલ), એમ અનેક ઐતિહાસિક સ્થળો આવેલાં છે.
અથમેરા માતા મંદિર ( વડનગર), વાવ ( મોઢેરા), હવામહેલ (મોઢેરા), શકિત કુંડ (આખજ ), અંબે માતા મંદિર ( ખેરવા ), શીતળા મંદિર ( બુટ્ટાપાલડી અને લીંચ ગામ માં ), નગફણી માતા ( મઉ ), રાજગઢી ટિંબો ( ઉમતા), આ તમામ સ્થળો મહેસાણા જીલ્લા માં આવેલ છે. રાજકોટ જીલ્લા નાં ખંભાલીડા ગામ ની સીમ માં શૈલ ગુફાઓ આવેલી છે. તો વીરપુર ગામ માં મીનળદેવી ની વાવ, આટકોટ માં લાખા ફુલાણી નો પાળિયો, જસદણ દરબાર ગઢ, શીલાલેખો, જસદણ પંથક માં ડિંગથલા ડુંગર માં ગુફાઓ આવેલી છે. ભડલા માં ગેલમતા વાવ, જુની સાંકડી માં સંકલેશ્વર મહાદેવ મંદિર, ધોરાજી માં જુનો દરબાર ગઢ, ખોરાણા માં ડોલીઘર ટિંબો, સૂપેડી માં પ્રાચીન મંદિરો આવેલ છે. રાજકોટ જીલ્લા માં અન્ય પણ અનેક પ્રકાર ના સ્થળો આવેલાં છે. મોરબી માં કુબેર વાવ, દરબાર ગઢ, ઝૂલતો પૂલ ( જ્યાં હાલ માં અકસ્માત થયેલ. આથી આ પુલ હાલ પુરતો બંધ રાખવા માં આવ્યો છે). જડેશ્વર મહાદેવ નો શીલાલેખ,( વાંકાનેર), પ્રાચીન વાવ (સરવડ – મોરબી), જામ મિનારો ( રાજકોટ), પ્રાચીન તળાવ ( વડોદરા), વિદ્યાધર વાવ ( વડોદરા), સુર્ય મંદિર ( વડોદરા), કુંડ, વાવ, ( ગંભીરપુરા – સાબરકાંઠા), રણમલ ચોકી – ઈડરિયો ગઢ ( ઇડર – સાબરકાંઠા), નાગરાણી વાવ,બ્રહ્માવાવ ( ખેડબ્રહ્મા ), અનેક ઐતિહાસિક, પ્રાચીન શિવ મંદિરો, જૈન મંદિરો, વાવ, સ્થાપત્ય કલા, ઇત્યાદિ સ્થળો સાબરકાંઠા જીલ્લા માં આવેલ છે. અરવલ્લી માં મહાદેવ મંદિરો, મહાકાળી મંદિર, નાંદેજ માં ખંડેરો, શામળાજી માં વાવ, પગથિયાં વાળી વાવ, હરિશ્ચંદ્ર ની ચોરી, મોડાસા માં વણઝારી વાવ,
રણ મુક્તેશ્વર મહાદેવ મંદિર,( છોટા ઉદેપુર), અભાપુર માં જૈન મંદિરો, શરણેશ્વર મંદિર, આંતરસુબા માં જૈન મંદિરો, શિવ મંદિરો, શિવ પંચાયતન ક્રમ એક અને બે, વિજયનગર માં ધોળી વાવ, ખેડ ચંદરણી માં નાગરાણી વાવ, માથાસુલિયા માં સાંથલેશ્વર મહાદેવ મંદિર, હાથરોલ માં ચૌમુખ મહાદેવ મંદિર, ગીરનાર માં નેમિનાથ મંદિર શીલાલેખો સાથે, ગીરનાર માં વસ્તુપાળ શીલાલેખ, સુરેન્દ્રનગર નાં હળવદ માં વીરજી વોરા ની વાવ આવેલ છે.
ગુજરાત ધર્મ ,આધ્યાત્મ , ઐતિહાસિક, સાહિત્યિક એમ અનેક રીતે વૈવિધ્યતા થી ભરપુર છે. અને ગામડે ગામડે પુજ – અપૂજ પાળિયા ઇતિહાસ નાં મુક સાક્ષી બની ને પડ્યા છે. સૌ નાં પોત પોતાના ઇતિહાસ છે. દર દશ- પંદર કિલોમીટર અંતરે આશ્રમો આવેલ છે, જ્યાં હરિ હર ની હાકલ પડે છે. ડુંગરાઓ, ગુફાઓ, વાવો, કિલ્લાઓ, આશ્રમો, તળાવો, શીલા લેખો એમ અનેક વિવિધતા જોવા મળે છે. ગુજરાત માં બાર ગાઉ એ બોલી બદલાય… એમ કહેવાય છે. અર્થાત લહેકો. વાગડ, હાલાર, વઢિયાર, પાંચાળ, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ઝાલાવાડ, ગોહિલવાડ, કાંઠો, પ્રાથર એમ અનેક પંથક આવેલા છે.
ગુજરાતી વિશ્વ જ્ઞાતિ છે. એટલે જ કહેવાયું છે.- જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
*જય જય ગરવી ગુજરાત.*
