
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સનો ૬૭મો વાર્ષિકોત્સવ તથા ઇનામવિતરણ મહોત્સવ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓએ રમતગમત, સાંસ્કૃતીક, એનએસએસ, એનસીસી તથા એકેડેમીક ક્ષેત્રમાં સિધ્ધીઓ મેળવી હતી તેઓનું મેડલ તથા પ્રમાણપત્રો આપી સન્માન કર્યું હતુ. આ સમારંભમાં ટીચર્સ યુનિવર્સિટીના કુલપતી હર્ષદ પટેલ, ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતી રોહીત દેસાઈ તથા ગુજરાત રાજ્યના ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ અનીલ પ્રથમે પ્રાસંગોચિત્ત વક્તવ્યો આપ્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે આજના સ્પર્ધાત્મક તથા ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓએ સ્કીલ બ્રેઝડ એજ્યુકેશનની સાથે એન્ટરપ્રિનીયોર તરીકે આગળ વધવુ પડશે. જીએલએસ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ભાલચંદ્ર જોષીએ આશિર્વચન આપ્યા હતા. આ સમારોહમાં વિવિધ ક્ષેત્રના ૨૦૦થી વધુ ઇનામો એનાયત થયા હતા. છેલ્લે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.