
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ તથા એન.સી.સી યુનીટ ધ્વારા G20 સંદર્ભે ક્લાઈમેટ ચેન્જ વિષય ઉપર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે વિશ્વનું સરેરાશ તાપમાન ઊચુ જવાથી ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ છે. આપણા વાહનો, એરકન્ડીશન તથા ઉદ્યોગોને કારણે ઝેરી વાયુ હવામાં ઉમેરાતો જાય છે. જેને કારણે માનવજાતીને ભયંકર રોગો થાય છે તથા અસ્તીત્વનો પણ પ્રશ્ન ઉભો થઈ શકે છે. આ ગ્લોબલ વોર્મિંગને કાબુમાં લેવું ખુબજ જરૂરી છે. કોલેજના પ્રા.મહેશ સોનારાએ કહ્યું હતુ કે વિશ્વના ઘણા દેશોમાં દુષ્કાળ પડવો, અતીશય ગરમી અથવા ઠંડી પડવી, જંગલોમાં આગ લાગવી તથા કુદરતી આફતો આવવાનું મુખ્ય કારણ પણ ગ્લોબલ વોર્મિંગ છે. આપણે સૌએ પ્રદુષણ અટકાવવા ગંભીરતાથી પગલા લેવા પડશે નહીતર માનવજાતી ઉપર ભયંકર ખતરો ઉભો થઈ શકે છે. કોલેજના વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવવા સંદર્ભે શપથ લીધા હતા.