અમદાવાદના બુલિયનના વેપારીની દુકાનમાં કામ કરતા કર્મચારીએ મુંબઈ 25 કિલો સોનાની ડિલિવરી આપવા જતા રસ્તામાં જ મિત્રો સાથે મળીને 13. 50 કરોડનું કિલો સોનું લઈને ફરાર થઇ ગયો છે. અગાઉ આ મામલે વેપારીએ 5 લોકો સામે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી. ત્યારે હવે 25 કિલો સોનું લઈને નાસી ગયેલા દુકાનના કર્મચારી સહિત 5 વ્યક્તિ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 25 કિલો સોનું મુંબઈ મોકલવાનું હતું

નિકોલમાં રહેતા વિજય ઠુમર માણેકચોકમાં બુલિયન ગોલ્ડન વેપારી છે. છેલ્લાં 3 વર્ષથી તેઓ બુલિયનનું કામ કરે છે.