ભુજ: *या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।। *
નવરાત્રી નિમિતે માંડવી મધ્યે દશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા આનંદ ગરબા નું આયોજન થયું હતું.
ચૈત્રી નવરાત્રી નિમિત્તે “આનંદ” નો ગરબો રાસ ,ગરબા સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોસ્વામી સમાજ ની બહેન, દિકરી ,માતાઓ એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી તથા રંગેચંગે માતાજી નાં ગરબા ગાઈ ને ભક્તિ પ્રગટ કરી હતી. મંડળ દ્વારા અનેક વિધ ધાર્મિક, સામાજિક કાર્યક્રમો યોજાય છે. આ પ્રસંગે મહિલા મંડળ દ્વારા આરતી પૂજન કરવામાં આવ્યું હતું.અલ્પાહારના દાતા- શ્રી. મહેશગીરી પુરણગીરીજી ગોસ્વામી એ સુંદર સહયોગ આપ્યો હતો.
શ્રી માંડવી દશનામ ગોસ્વામી મહિલા મંડળના દરેક પ્રસંગ ,કાર્યની પુર્વ તૈયારી તેમજ પ્રસંગ ચાલી રહ્યો હોય તેના અંત સુધી, શ્રી માંડવી દશનામ ગોસ્વામી સેવા સમાજ સતત ખડેપગે ઉભા રહીને પુર્ણ સાથ સહકાર આપે છે. એવું પ્રમુખ શ્રી કમલા બેન ગોસ્વામી એ જણાવ્યું હતું.