:ભારતમાં કોરોના ફરી માથુ ઉંચકી રહ્યો છે અને સરકાર આગોતરા પગલા લેવા માંડી છે જયારે વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) એ વધુ જોખમ ધરાવતા લોકોને રસીનો વધુ એક ડોઝ આપવાનું સૂચવ્યુ છે. છેલ્લો ડોઝ લીધાના છ થી બાર મહિનામાં વધારાનો ડોઝ આપવાની ભલામણ કરી છે.

વિશ્વ આરોગ્ય સંગઠના રસીકરણ નિષ્ણાંતોના વ્યુહાત્મક સલાહકાર ગ્રુપ દ્વારા કરાયેલી ભલામણ પ્રમાણે અન્ય ગંભીર રોગ ધરાવતા વૃદ્ધો તથા યુવા વયસ્કો ઉપરાંત કોરોના રસીકરણ-દર્દીઓની સારવારમાં સામેલ ફ્રંટલાઈન આરોગ્ય કર્મચારીઓને વધુ એક બુસ્ટર ડોઝ આપવાનું સલાહભર્યુ છે.
આ વર્ગના લોકો કોરોના સંક્રમીત થવાના સંજોગોમાં ગંભીર હાલત સર્જાવાનું જોખમ રહે છે. મધ્યમ જોખમ શ્રેણીમાં આવતા લોકોને માત્ર એક બુસ્ટર ડોઝ પર્યાપ્ત હોવાનું માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે. વધારાનો બુસ્ટર ડોઝ પણ સુરક્ષિત હોવા છતાં તે આપવાની ભલામણ ન હોવાનું સ્પષ્ટ કરાયુ છે. 6 માસથી 17 વર્ષના તંદુરસ્ત બાળકોને સામાન્ય પ્રાયોરીટી ગ્રુપમાં મુકવામાં આવ્યા છે.