PM મોદીએ શનિવારે ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કેટલાક લોકોએ તેમને મારવા માટે વિવિધ લોકોને સુપારી આપી રાખી છે, પરંતુ ભારતના ગરીબ, મધ્યમ વર્ગ, આદિવાસીઓ, દલિતો, OBC સહિત દરેક ભારતીય આજે મોદીની સુરક્ષા કવચ બની ગયા છે. 2014 માં આ લોકોએ મોદીની છબીને કલંકિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને હવે તેઓએ પ્રતિજ્ઞા લીધી છે: ‘મોદી તારી કબર ખુદશે.’
