નવજોત સિંહ સિદ્ધએ પટિયાલા જેલમાંથી છૂટ્યા બાદ તરત જ રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ દેશમાં જ્યારે પણ સરમુખત્યારશાહી આવી છે ત્યારે ક્રાંતિ પણ આવી છે અને આ વખતે તે ક્રાંતિનું નામ રાહુલ ગાંધી છે. તે સરકારને હચમચાવી નાખશે. જણાવી દઈએ કે સિદ્ધ 1990ના રોડ રેજ કેસમાં છેલ્લા 10 મહિનાથી પટિયાલા જેલમાં સજા કાપી રહ્યા હતા.
