નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે LPG સિલિન્ડરના ગ્રાહકોને મોટી રાહત મળી છે. આજે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 92 રૂપિયા ઘટી છે. આજથી દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2028 રૂપિયા થઈ ગઈ છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડર ગ્રાહકોને કોઈ રાહત આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે 1 માર્ચના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત એક જ ઝાટકે 350 રૂપિયાથી વધુ વધી ગઈ હતી.
