5 આજથી નાની બચતમાં રોકાણ કરનારાઓને થાપણો પર વધુ વ્યાજ મળશે. સરકારે એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટર માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં 70 બેસિસ પોઈન્ટ્સ (BPS)નો વધારો કર્યો છે. નાણા મંત્રાલય મુજબ, વરિષ્ઠ નાગરિક યોજના, માસિક આવક યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે.
