APRIL FOOL

આપણા માટે બધા ઇનામ એપ્રિલફૂલ છે, જીન્દગી નુ જાણે બિજુ નામ એપ્રિલફૂલ છે.
સૌને છેતરવાની વૃત્તિ માણસોના મુળ માં
સાવ ખોટેખોટું બસ, બદનામ એપ્રિલફૂલ છે.
જેટલા એમા વસે છે એ બધાએ મુર્ખ છે, દોસ્ત, આખું ઝંખનાનું ગામ એપ્રિલફૂલ છે.
ઘોરઘન અંધાર ને સુરજની લાલચ આપશે, આ સમય નું માત્ર એક જ કામ એપ્રિલફૂલ છે.
એક સાંધુ ત્યાંજ ટુટે તેરસો ‘હરદ્વાર’ના, એને માટે વર્ષ આખું આમ એપ્રિલફૂલ છે,