પાડોશી દેશ પાકિસ્તાનમાં પરિસ્થિતિ ખૂબ જ દયનિય થઈ ચૂકી છે. માર્ચમાં પાકિસ્તાનની મોંધવારી 35.37 ટકા પર પહોંચી ગઈ છે. આ 50 વર્ષનો સૌથી વધુ મોંઘવારી દર છે. પરિસ્થિતિ એ છે કે લોકો ભૂખ્યા સૂવા માટે મજબૂર છે. સસ્તુ ખાવા માટે દરરોજ કોઈને કોઈ શહેરમાં ભાગદોડ અને લૂંટફાટ જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં છેલ્લા 10 દિવસમાં ખાવા માટે થયેલી ભાગદોડમાં 20 લોકોના મોત થઈ ચૂક્યા છે.
