અમદાવાદમાં 25 ઓગસ્ટ 2019માં નજીવી બાબતે બોલાચાલી બાદ બે ભાઈએ જાહેરમાં એક યુવકને જીવતો સળગાવ્યો હતો. મૃતક પંકજ પાટીલ ગંભીર રીતે દાઝી જવાથી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયુ હતું. મૃતકની જુબાની અને પ્રત્યક્ષદર્શીઓની જુબાનીને આધારે કોર્ટે સળગાવનાર બે ભાઈઓને ફાંસીની સજા ફટકારી છે. રેરેસ્ટ ઓફ રેર કેસમાં દેહાંત દંડની સજા ફરમાવતા સેશન્સ કોર્ટે 118 પેજનો ચુકાદો આપ્યો હતો.
