મૈંને ગાંધી કો કયું મારા….??
આ સવાલ નો જવાબ ગોડસે એ તત મમ ફફ કર્યા વગર સ્વસ્થતા સાથે વિસ્તાર થી આપ્યો હતો. જેની આગળ ઉપર ચર્ચા કરીશું.ગોડસે નું જીવન, વલણ, વૃત્તિ, પ્રવૃત્તિ અંતિમતા વાદી નહોતી. ગાંધીજી સાથે કોઈ પણ જાત ની પર્સનલ દુશ્મનાવટ નહોતી. જે ગાંધી પર વાર કર્યો એ ગાંધી ના વિચારો નાનપણ માં ખુબ પ્રભાવિત કરી ગયા હતા. વાર કરતાં પહેલાં ચરણ સ્પર્શ કર્યા હતા. પણ ધીમે ધીમે પ્રેક્ટિકલ થતાં સમજાયું કે આ બધું પુસ્તકો નાં પાને સારું લાગે. ત્રણ બંદરો. એક બૂરું સાંભળી શકતો નથી, એક બૂરું જોઈ શકતો નથી, એક બૂરું બોલી શકતો નથી. વિકલાંગ વાંદરાઓ માં થી પ્રેરણા લેવા ની? ઓકે. તો જે જોઈ શકતો નથી એ બોલી તો શકે જ, જે બોલી શકતો નથી એ સાંભળી તો શકે જ, જે સાંભળી શકતો નથી એ જોઈ તો શકે જ. બુરાઈ સામે અવાજ શા માટે ન ઉઠાવવો? શા માટે ન બોલવું? આ કથા દરઅસલ માં બૌદ્ધ ધર્મ માં ચીન માં આવતી ચાર બંદર ની કથા હતી, જેને ગાંધીજી એ પોતાના ખાતા માં ચડાવી દીધી. કોઈ એક ગાલે થપ્પડ મારે તો બીજો ગાલ આગળ ધરો.. પણ કોઈ થપ્પડ મારે જ શા માટે? કોણ થપ્પડ મારે છે એના પર બધો આધાર છે. વડીલ થપ્પડ મારે તો એમાં આપણું જ ભલું હોય, પણ દુશ્મન થપ્પડ મારે એ કેમ સંખાય? અને બીજો ગાલ શા માટે ધરવો? બદલો શા માટે ન લેવો? અને અહિંસા? અંગ્રેજો એ ભારત માં બસ્સો – અઢીસો વર્ષ ક્રૂરતા પુર્વક શાસન કર્યું, એની સામે અહિંસા નાં ગાણા ગાવાં ક્યાં નો ન્યાય હતો? અહિંસા પરમો ધર્મ… પણ આગળ નું વાક્ય ધર્મ હિંસા તથૈવચ!. આ વાક્ય ગળી જવાયું. અહિંસા થી રાજ પાટ રહે નહીં.અહિંસા થી આબરૂ ટકે નહીં.યુદ્ધ વગર નો કોઈ ઇતિહાસ હોય તો બતાવજો.
અહિંસા માત્ર ચોપડીઓ નાં પાના માં સુંદર લાગે. ૭૮ વર્ષ ની વ્યક્તિ ( ગાંધી) અહિંસા ની જ વાત કરે.વીસ વર્ષ નાં જુવાનિયા અહિંસા ની વાતો કરે તો વધુ પ્રાસંગિક લાગે. રિયલ લાઈફ માં અહિંસા ને અમુક હદ સુધી જ સ્થાન હોય. જાણે અજાણે હિંસા કર્યા વગર જીવન જીવાય નહીં. ભગવાન શ્રી કૃષ્ણ એ કુરુક્ષેત્ર ના મેદાન માં હિંસા કરવા માટે ગીતાજી કહી હતી.અહિંસા ના માર્ગ બંધ થાય ત્યારે હિંસા જ ખપ માં લાગે. અહિંસા ની તો માત્ર ડાહી, સૂફિયાણી વાતો થઈ શકે.ઇતિહાસ રચવા માટે ચકચકતી તલવાર લઈ ને રણ મેદાન માં, બુંગિયા ઢોલ ની તાલે મરણ યુદ્ધ ખેલવું પડે.ગાંધીજી બકરી ને પ્રમોટ કરતા હતા, ગાય ને નહીં. માન્યું કે બકરી નું દૂધ ઉતમ,પણ ગાય સામે બકરી નું શું ગજું? પણ ગાય ની વાત કરે તો ગાંધી નું સેક્યુલરિઝમ ખતરા માં પડી જાય. સાદગી દેખાડવા માટે ખૂબ મોટો ખર્ચ થતો. રેંટિયો કાંતવા થી દારિદ્રતા દૂર થાય નહીં. એના થી વધુ માં ઘણાં દિવસો ની મહેનત બાદ એકાદ ખમિશ કે એવું કંઈ બની શકે.ગાંધીજી ને સમયે સાથે આપ્યો હતો, એક વિરાટ જન સમૂહ મોં ફાડી ને ઉપદેશ ગ્રહણ કરવા સામે બેઠો હતો. ધર્મ નિરપેક્ષતા સીવાય નાં પાઠ ભણાવી શક્યા હોત. અતિ તીવ્રતા વાળું સેક્યુલરિઝમ શંકા પ્રેરે જ. પાકિસ્તાન નાં કાયદે આઝમ ઝીણા ને આપણે ઈશ્વર અલ્લાહ તેરો નામ ગાતા કલ્પી શકીએ? અથવા પાકિસ્તાન ના પહેલા વડાપ્રધાન ને આપણે ભારત તરફી વાત કરતા વિચારી પણ ન શકીએ, જ્યારે ભારત માં પાકિસ્તાન તરફી વલણ જોવા મળ્યું હતું, જે આજ લગી ચાલુ છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ્! સાચી વાત છે.પણ ક્ષમા માંગી કોણે છે? એ તો સતત ઉંબાડિયાં કરતું આવ્યું છે. કટ્ટર મઝહબી સોચ નાં કારણે દેવાળિયું બની ગયું, સિંધરી બળી ગઈ, પણ વટ જતો નથી..!
એક મોટા જન સમૂહ ના અનેક પ્રશ્નો ત્યારે પણ હતા, આજે પણ છે અને આગળ પણ રહેવાના જ. ઇતિહાસ એક ન એક દિવસ સામે આવે છે સંપૂર્ણ તથ્ય સાથે. ગાંધી મુસ્લિમ ભાઈઓ નો સાથ આપે ત્યાં સુધી પણ ઠીક હતું. પણ પાકિસ્તાન પ્રત્યે હમદર્દી? વ્હાય? ભાગલા પહેલા અને બાદ માં સતત તૃષ્ટીકરણ ની રાજનીતિ કરવા માં આવી છે.એ સમયે ૭ કરોડ મુસ્લિમો ને પાકિસ્તાન નામનો મુલ્ક અપાયો, તો ત્રીસ કરોડ હિંદુઓ હિંદુ રાષ્ટ્ર ની માંગણી કરે તો એમાં નવાઈ શું? હિંદુ રાષ્ટ્ર આપવા ની વાત તો દૂર રહી, પણ જે જે હિંદુવાદી નેતાઓ હતા, વીર સાવરકર, ઢીંગરા, તમામ ને કોઈ ને કોઈ રીતે બદનામ કરી નાખ્યા. જે ક્રમ આજે પણ જારી છે. પાકિસ્તાન માં રહી ગયેલા હિંદુઓ આજે નામ શેષ થવા નાં આરે છે, જ્યારે ભારત માં રહેલા ત્રણ કરોડ મુસ્લિમો વીસ કરોડ કે એથી વધુ એ પહોંચ્યા.છેવટે હિંદુ વાદી લોકો ને નિમ્ન શા માટે ગણવા માં આવે છે? નવાઈ લાગે એટલી હદે ખુલ્લેઆમ RSS, સનાતાનીઓ, હિંદુવાદી સંગઠનો પર કીચડ ઉછાળવા માં આવે. પોલિટિકલ નાં નામે, અભિવ્યક્તિ ની આઝાદી ના નામે.. એક વર્ગ ને સતત ટાર્ગેટ કરવા માં આવે. આ નરેટિવ સેટ આઝાદી પહેલાં થી કરવા માં આવ્યો હતો. સેક્યુલરિઝમ નાં બ્રાન્ડ એમ્બેસેડર ગાંધીજી હતા અને ધર્મ ના ઠેકેદાર ઝીણા હતા! ગાંધી – ઝીણા વચ્ચે ઘણું સામ્ય હતું. બંને ગુજરાત નાં, એક વાણિયા, એક લુહાણા, બંને વકીલાત માં હતા. બંને નેતા. આવું ઘણું સામ્ય હતું.
ઝીણાભાઈ પૂંજાભાઈ ઠક્કર.
સૌરાષ્ટ્ર નાં રાજકોટ જિલ્લા નાં ઉપલેટા તાલુકા નું પાનેલી ગામ. જન્મ ૨૫ ડિસેમ્બર,૧૮૭૬.હિંદુ પરિવાર માં જન્મ થયો, પણ પરિવાર માછીમારી કરતો આથી લોહાણા સમાજ ને આ પસંદ ન આવ્યું. આથી ઇસ્લામ સ્વીકારી લીધો. માતા મીઠીબાઈ.બે લગ્ન થયાં, અમીબાઈ, મરિયમ. આ મરિયમ થી એક પુત્રી, દીના વાડિયા.મીઠીબાઈ- પુંજાભાઈ ના સાત સંતાન માં ઝીણા સૌ થી મોટા. કાઠિયાવાડ થી સ્થળાંતર કરી ને સિંઘ માં જઈ ને વસ્યા. ભાઈ- બહેનો નાં મુસ્લિમ નામ કરણ થયાં.શુરુઆત નું શિક્ષણ અલગ અલગ શાળાઓ માં થયું. મદરસા માં પણ અભ્યાસ કર્યો.ગોકુળ દાસ તેજ પ્રાથમિક વિદ્યાલય, મુંબઈ માં પણ ભણ્યા. મુંબઈ વિશ્વ વિદ્યાલય માં થી મેટ્રિક પાસ કર્યું. વાડિયા પરિવાર નું નામ તમે સાંભળ્યું હશે, નેસ વાડિયા. ઝીણા ની પુત્રી દીના વાડિયા એ પારસી પરિવાર – વાડિયા માં લગ્ન કરેલાં. એમનો પરિવાર આજે મુંબઈ માં રહે છે. નસ્લી વાડિયા, નેવિલ વાડિયા, નેસ, જહાંગીર, મૌરીન વાડિયા… મોટો ઉઘોગપતિ પરિવાર છે, પણ એમણે ઝીણા અથવા પાકિસ્તાન થી કોઈ સંબંધ રાખ્યો નથી.( પારસી પણ બહાર થી આવેલ. સંજાણ બંદરે ઉતર્યા, દૂધ માં સાકાર ની જેમ ભળી ગયા. આ વિષે ફરી ક્યારેક).
ઝીણા પરિવારે વણકર કામ પણ કર્યું. નાનપણ થી જ ભારે ઈચ્છાશક્તિ હતી. એક સમયે લાગ્યું કે ભારત નાં વડાપ્રધાન કે રાષ્ટ્રપિતા નહીં બની શકાય, એથી મુસ્લિમ રાષ્ટ્ર ની માંગણી કરી. ગાંધી – ઝીણા વચ્ચે અહમ નો ટકરાવ સતત વધતો ગયો હતો. સરોજિની નાયડુ લખે છે કે ઝીણા શરમાળ અને મહત્વકાંક્ષી હતા. આદર્શ વાદી પણ હતા, પરંતુ આ આદર્શ ત્યાં સુધી જ જ્યાં સુધી પોતાનું હિત સચવાતું હોય..! એક સમયે લોકમાન્ય ટિળક ની નજીક હતા. સૌરાષ્ટ્રે બે નેતાઓ આપ્યા: ગાંધી અને ઝીણા. પણ બંને ની વિચારધારા માં જમીન – આસમાન નો ફરક. એક અંતિમતા વાદી, બીજા અતિ તીવ્રતા વાળું સેક્યુલર નિભાવે. ઝીણા ના માતા- પિતા બંને પાનેલી ગામ ના જ હતા.ઝીણા ની એક વાત અદમ્ય આકર્ષણ જન્માવે છે.:પોતાની બાજુ નો પક્ષ મજબૂત રાખવો.
ભલે દુશ્મન દેશ નાં રચિયતા હોય, તોય વખાણ કરવા નું મન થાય એવી શખ્સીયત.હમેશાં પોતાના લોકો ની, પોતાના દેશ હિત ની જ વાત વિચારી. કોઈ સેક્યુલરિઝમ નહીં, કોઈ ખોટું આડંબર નહીં. આ બાબતે ૧૦૦ માં થી ૧૦૦ માર્કસ આપવા પડે. ખોટો દેખાડો, દંભ ક્યારેય નથી કર્યો આ માણસે. એક મોટા જન સમૂહ – મુસ્લિમો એ હિંદુ માં થી મુસ્લિમ બનેલા ઝીણા પર વિશ્વાસ મૂક્યો હતો.પોતાના ભાગ ની પ્રમાણિકતા તેમણે મરતાં સુધી નિભાવી જાણી. ઇસ્લામ સાથે ઝાઝો સંબંધ નહોતો તેમને. પાંચ ટાઇમ ની નમાઝ કે એવી કોઈ ઇબાદત સતત નહોતા કરતા. તોય પોતાનાં માણસો – મુસ્લિમો ને વફાદાર રહ્યા હતા. અંગ્રેજો નાં કટ્ટર દુશ્મન હતા.પાકિસ્તાન ના જન્મ બાદ અંગ્રેજો પાકિસ્તાન માં પગ પેસારો ન કરે એની ચિવટતા રાખી. ઝંડા બાબતે પણ સ્પષ્ટ હતા. લીલા રંગ માં ઇસ્લામ ના પ્રતિક એવા ચાંદ ને રાખવો. પાકિસ્તાન બન્યા બાદ સૌથી પહેલું કામ કર્યું મુલ્ક ને ઇસ્લામિક બનાવવા નું. આજે વિશ્વ માં ૫૬ ઇસ્લામિક મુલ્ક છે, એ સૌ માં સૌ પ્રથમ ઘોષિત ઇસ્લામિક મુલ્ક પાકિસ્તાન. અંગ્રેજીયત ને પણ ન પેસવા દીધી. ભણતર હોય કે, ભાષા, પહેવેશ હોય કે ખાનપાન… પોતાના લોકો સાથે કટ્ટરતા થી જુડ્યા રહ્યા. પોતાનાં મુલ્ક માં અંગ્રેજો ને બોલાવી ને પોતાની વાહવાહી કરવા જેવો તુચ્છ લોભ એમણે ટાળ્યો.૧૯૨૯માં પત્ની રતિ નાં મૃત્યુ બાદ વધુ આક્રમકતા સાથે અને નવી શૈલિ સાથે જાહેર જીવન માં આવ્યા. એમની પુત્રી સાથે ઘર્ષણ નો સંબંધ હતો. એ અન્ય જ્ઞાતિ – ધર્મ માં લગ્ન કરવા માંગતી હતી. આ બાબતે તેઓ એક ટિપિકલ પિતા હતા.
અઢીસો વર્ષ ભારત ને લૂંટ્યા બાદ હવે ખાસ કંઈ બચતું નહોતું. આથી અંગ્રેજો પણ ઈચ્છતા હતા કે હવે ભારત માં થી કંપની સરકાર નામની લૂંટ ની દુકાન સમેટવા માં આવે. અડધા વિશ્વ પર રાજ કરનારા અંગ્રેજો ને કમ સે કમ ભારત માં થી માનભેર જવું હતું. એ સ્ક્રિપ્ટ પર ઘણાં વર્ષો પહેલાં કામ શરૂ કરવા માં આવ્યું હતું. ગાંધી સૌ થી બેસ્ટ વ્યક્તિ હતા, આથી પ્રમોટ કરવામાં આવ્યા. એવું તો કેમ બને કે બે વ્યક્તિ આઝાદી ની વાત કરે, અંગ્રેજો ભારત છોડો નાં નારા લગાવે, એક ને ફાંસી ને બીજા ને લાલ જાજમ? જનરલ ડાયર જેવાઓ જલિયાવાલા બાગ કરી નાખે, દેખો ત્યાં ઠાર નાં ઓર્ડર નીકળે, પણ મિસ્ટર ગાંધી ઉપવાસ આદરે તો અંગ્રેજો નાં મોટા અધિકારીઓ લીંબુ પાણી પાવા દોડી આવે! મોટરકાર, નોકર ચાકર, જેલ માં મોટા ટોળા ને લઈ જવાની છૂટ, પુસ્તકો લખવા ની છૂટ… ગાંધી જે કહે, જે કરે તે અંગ્રેજો નાં અધિનિયમ હેઠળ નાં અખબારો માં બ્રેકિંગ ન્યુઝ બની જાય. આ સ્ક્રિપ્ટ નહોતી? અને કોંગ્રેસ પણ છેવટે તો અંગ્રેજો દ્વારા જ સ્થાપિત પાર્ટી હતી ને.જેનો મૂળ હેતુ હતો પાર્ટી નાં નામે, કાનુન ના નામે લૂંટ ચલાવવા નો. બાંટો અને રાજ કરો.!
એવું નહોતું કે અન્ય પાર્ટીઓ નહોતી બની,પણ એમની તરફ સુગ થી જોવા માં આવતું. નેતાજી ની પાર્ટી, વીર સાવરકર ની સભા… પણ આઝાદી બાદ એવું તો કંઇક ઘટી ગયું, જેના થી આ પાર્ટીઓ નો ક્યારેય ઉદય જ ન થયો. હવે રાજકિય રીતે શાસન કરી શકાશે. એટલું તો સ્પષ્ટ હતું, તો જનસંઘ, જે બહુ મોડો આવ્યો, એ સીવાય કોઈ પક્ષ આગળ જ ન આવ્યો? પણ મોહમ્મદ અલી ઝીણા એ પોતાના ભાગ ની ઈમાનદારી નિભાવી બતાવી. આજે પાકિસ્તાન માં હજાર સમસ્યાઓ છે, પણ કોઈ એક પણ બંદો કાયદે આઝમ સામે આંગળી નથી ચીંધતો. હકૂમતો સામે સવાલો રહેવાના. એ આવશે,, જશે, બદલાશે, પણ સ્થાપિત મૂલ્ય જેવાં નામો કેમ કરી ને બદલવાં? અમુક હોદ્દા ની સાથે જવાબદારી પણ વધી જતી હોય છે અને લોકો ની અપેક્ષાઓ પણ. ગાંધી માત્ર કોંગ્રેસી નેતા તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હોત તો શક્ય છે આટલો મતભેદ ન થયો હોત. નહેરુ બાબતે અનેક સવાલો ખડા જ છે, પણ તેઓ નેતા માત્ર હતા. મહાત્મા, પિતા જેવાં વિશેષણો લાગ્યાં નહોતાં એટલે એમના તરફ કોઈ પક્ષ પાર્ટી નાં કારણે પણ સવાલો ઊભા હોય… પણ ગાંધી તો પિતા હતા ને… તો એમની પોતાનાં સંતાનો પ્રત્યે જવાબદારી વધી જાય છે.જેમ ઝીણા એ સવાયા પિતા સાબિત થઈ ને બતાવ્યું એવી કોઈ ચેષ્ટા ગાંધી એ નહોતી કરી. શરૂ માં જ્યારે ભારત માં વકીલાત નો ધંધો ચાલ્યો નહીં, એટલે હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ… વાળા હાજી કાસમ પરિવાર દ્વારા વિદેશ વકીલાત નો ધંધો કરવા ગયા, જાણે કે હાજી કાસમ નું ઋણ ગાંધી ક્યારેય નહોતા ઉતારી શક્યા. વિદેશ માં જવા બાબતે મોહનલાલ કરમચંદ ગાંધી ને નાત બહાર કરવા માં આવેલ. કેવું અજબ ગજબ, નાત બહાર કરાયેલ સૌરાષ્ટ્ર – ગુજરાત ના બે બંદા રાષ્ટ્ર પિતા બની ગયા..!!
અંગ્રેજો અતિ શાતિર હતા. અલબત, હજી છે.પણ ચતુર કાગડો વિષ્ઠા ખાય..એ કહેવાત મુજબ અડધી દુનિયા પર રાજ કરનાર દેશ પર આજે એક કટ્ટર હિન્દુ ઋષિ સુનક રાજ કરે છે. સેનેટ માં ગીતા સાથે રાખે છે. મંદિરે જાય છે. પુજા કરે છે, મંદિરો બંધાવે છે, નારાયણ મૂર્તિ જેવા વિશ્વ ખ્યાતનામ સસરા છે, પણ ઋષિ પોતાની વૈદિક પરંપરા નિભાવે છે. ગળા માં ભગવો ગમછો રાખી ને પણ ફરે છે. સુનક “ઋષિ” છે.!
અંગ્રેજો એ અન્ય દેશો માં થી ઉચાળા ભર્યા, પણ ભારત માં થી વિદાય લીધા બાદ પણ દેશ ખંડિત કરી નાખ્યો. એક તરફ મુસ્લિમો ને ઉકસાવ્યા, બીજી તરફ ઝીણા ને તૈયાર કર્યા. મુસ્લિમ લીગ જેવી સંસ્થાઓ ને પ્રોત્સાહન આપ્યું. પણ હિંદુ મહાસભા પર પરોક્ષ રહી ને પ્રતિબંધ લગાવ્યો. ગાંધી – નહેરુ પણ છેવટે અંગ્રેજીયત તરફી જ હતા. પ્રથમ વડાપ્રધાન માટે સરદાર વલ્લભભાઈ પટેલ જીતી ગયા હતા, તો ગાંધી દ્વારા નહેરુ ને પ્રમોટ કરવા નું ઔચિત્ય શું? પટેલ – ગાંધી તો એક જ રાજ્ય ના હતા. જ્યારે નહેરુ – ગાંધી વચ્ચે કોઈ કનેક્શન નહોતું. તેમ છતાં નહેરુ માટે ગાંધી હાંફળા ફાંફળા કેમ બન્યા હતા? નહેરુ સમાજ વિહીન વ્યક્તિ હતા. જુથ નહોતું એમની પાસે.જ્યારે પટેલ ગુજરાત માં પ્રમુખ જ્ઞાતિ માં થી આવતા હતા. ગમે એટલું કહીએ પણ જ્ઞાતિવાદ તો રહેવાનો જ. એના થી જ ચુંટણીઓ જીતાય છે. પણ તોય જવાહરલાલ નહેરુ ના નામ ની લવલેશ લઈ ને છેવટે તેમને વડા પ્રધાન બનાવ્યા. ત્યાર થી નહેરુ બાદ ઇન્દિરા, રાજીવ, સોનિયા, રાહુલ, પ્રિયંકા, અને હવે નવી પેઢી રેહાન.. એ પણ ગાંધી લખે તો નવાઈ ન પામવું.!
નહરુ વડા પ્રધાન ન બન્યા હોત તો ભારત ની દિશા અને દશા જુદી હોત.પણ આ બધા ની પાછળ દોરી સંચાર અંગ્રેજો નો જ. અંગ્રેજો દ્વારા સ્થાપિત કોંગ્રેસ ના કેન્દ્ર માં સેક્યુલર વ્યક્તિ હોય એવી ગણતરી. એક તરફા પ્રોપેગેંડા અંતે પાર્ટી કે જુથ ને ખતમ કરી નાખે છે. કમ સે કમ રાજકારણ માં તો ધર્મ નાં ચશ્માં ન જ હોવાં જોઈએ. ભારત ના અંતિમ વોઇસ રોય માઉન્ટ બેટન દ્વારા આઝાદી નો દિવસ નક્કી થયો હતો. પાકિસ્તાન ને ખુશ કરવા એક દિવસ વહેલો દિવસ પસંદ કર્યો.૧૪ ઓગસ્ટ. બધું ઉતાવળ માં થઈ રહ્યું હતું. પાકિસ્તાન આઝાદી દિવસ આપણા થી એક દિવસ વહેલો મનાવી ને ખોટી તૃપ્તિ મેળવે છે. પાકિસ્તાન ક્યાં આઝાદ થયું હતું? એનો તો જન્મ થયો હતો. પાકિસ્તાન ના જન્મ બાદ સૌ થી પહેલું કામ થયું ભારત પર આક્રમણ કરવા નું. ગાંધી ની જીદ્દ થી આપવા માં આવેલા ૫૫ કરોડ નાં હથિયારો ખરીદવા માં આવ્યા અને થોડાક જ વર્ષો માં હુમલો કરવા દોડ્યું આવ્યું. જેમાં ખરાબ રીતે હારી ગયું. અનેક યુદ્ધ માં હાર્યું. એક યુદ્ધ માં પાકિસ્તાન ના ૯૦ હજાર સૈનિકો ભારતીય સેના ના કબજા માં આવી ગઈ. રીતસર માફી પત્ર લખાવવા માં આવ્યો. અને માન ભેર પાછા મોકલવા માં આવ્યા. જ્યારે ભારત ના જવાનો, જે પાકિસ્તાન ના કબજા માં હતા. એની ક્યારેય વાત ન થઈ. કેટલા હતા, શું નામ હતાં? એમનું શું થયું…? ભારત ની કોંગ્રેસ સરકાર દ્વારા ક્યારેય આ બાબતે ફોડ પાડીને વાત ન કરી. બીજી બાજુ, અભિનંદન પાકિસ્તાન માં રહી ગયેલ. એક જવાન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ લાલ આંખ કરી ને ભારતીય જવાન ને થોડા દિવસ માં છોડાવી લીધો. આ બધું જનતા ને આકર્ષિત કરે છે. આ જ તો છે દેશ પ્રેમ.

*અવતરણ*
મોહમ્મદ અલી ઝીણા નું ૭૧ વર્ષ ની ઉંમરે ૧૧ સપ્ટેમ્બર,૧૯૪૮ નાં રોજ કરાંચી માં નિધન થયું. એ પહેલાં તેઓ ભારત ને ખુબ યાદ કરતા અને કહેતા:” મારા જીવન ની સૌ થી મોટી ભૂલ પાકિસ્તાન છે…!!
ઝીણા નાં મૃત્યુ બાદ ગાંધી ને અફસોસ થયો. અને લખ્યું: ખબર હોત કે મિસ્ટર ઝીણા ને ક્ષય રોગ છે તો હું આઝાદી ની લડાઈ મોડી શરુ કરત..!”
દુશ્મન પ્રત્યે આટલી હમદર્દી રાખવી સારી બાબત છે, પણ સામે પક્ષે પણ આટલું જ હેત હોવું જોઈતું હતું, જે નહોતું.
અને ગાંધી એ ક્યાં આઝાદી ની લડત શરૂ કરી હતી. એ તો ૧૮૫૭ થી સતત ભડભડતી આગ ની જેમ પ્રજ્વલિત હતી. ગાંધી ની એન્ટ્રી તો બહુ મોડી થઈ, એ પણ આવતાં ની સાથે જ એઝ મહાત્મા! એઝ બાપુ! વીસ વર્ષ તો આફ્રિકા માં રંગ ભેદ ની નીતિઓ સામે લડત આપી.
ઝીણા નો ગાંધી અને ભારત પ્રત્યે એક રાજનેતા ને શોભે એવો વ્યવહાર હતો, જ્યારે ગાંધી ને પાકિસ્તાન અને ઝીણા પ્રત્યે કેમ અદમ્ય આકર્ષણ હતું?
( *વધુ આવતા અંકે* )