ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર તેના શાસનકાળ દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવતા કોંગ્રેસ પર નવો હુમલો કર્યો છે. ભાજપે આજે ‘ધ કોંગ્રેસ ફાઈલ્સ’ નામના આરોપનો પહેલો એપિસોડ રજૂ કર્યો હતો. ‘કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર’ શીર્ષકવાળા વીડિયોમાં ભાજપે આરોપ લગાવ્યો છે કે, “કોંગ્રેસે તેના 70 વર્ષના શાસનમાં દેશની જનતાના 48,20,69,00,00,000 રૂપિયા લૂંટ્યા છે”.
