અમદાવાદ : ભાડજ ખાતે આવેલી આનંત નિકેતન સ્કૂલના એક વાલી દ્વારા ફીની પહોંચ માગવામાં આવી હોવાના મામલે વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરી દીધો હોવાની વિગતો સામે આવી છે. ઈન્કમટેક્સ રિટર્ન ભરવા માટે વાલી દ્વારા સ્કૂલ પાસેથી ફીની પહોંચ મેળવવા માટે મેઈલ કરાયો હતો. જોકે સ્કૂલ વાલીને પહોચ ન આપતા વાલી સ્કૂલમાં રૂબરૂ ગયાં હતા. આ દરમિયાન વાલી દ્વારા મેનેજમેન્ટને ઠપકો આપતા વિવાદ થયો હતો અને આખરે સ્કૂલ દ્વારા બાળકનો પ્રવેશ રદ કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. મહત્વની વાત એ છે કે, સ્કૂલ દ્વારા બાળકની એલસી પોસ્ટ મારફતે વાલીને ઘરે મોકલી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ થઈ શક્યો નહોતો.
