પંજાબના માનસા જિલ્લામાં આજે અજ્ઞાત હુમલાખોરો દ્વારા પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ગુ મુસેવાલાની ઘાતકી હત્યાની રાજકીય પક્ષોએ નિંદા કરી હતી. પંજાબ સરકારે તેમનું સુરક્ષા કવચ પાછું ખેંચ્યાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું, “ભગવંત માનની સહિત અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવો જોઈએ.”
