ઉત્તરપ્રદેશના મહોબાના જિલ્લા હોસ્પિટલમાં એક વૃદ્ધ મહિલા પોતાના બીમાર દિકરાની સારવાર માટે પહોંચી. ડોક્ટરોએ તેને બ્લડ ચઢાવવા માટે કહ્યું. આરોપ છે કે મહિલાએ પોતાના દાગીના વેચીને પૈસાની વ્યવસ્થા કરી અને હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીને લોહી માટે 5,000 આપ્યા. ત્યાર બાદ બ્લડ ચઢાવવાના નામ પર ગ્લુકોઝમાં લાલ રંગનું ઈન્જેક્શન મિક્ષ કરીને ચઢાવવામાં આવ્યું. આ ઘટના સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે.
