બેડરૂમમાંથી મળી ફેશન ડિઝાઈનરની લાશ
ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં એક ફેશન ડિઝાઈનર અને મોડલ મુસ્કાન નારંગ પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી છે. માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહ ઉતાર્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. એક દિવસ પહેલા મુસ્કાન નારંગે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ મામલે આપઘાત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.