IPL ની ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સનો હાર્દિક વિજય થયો છે. આજે અમદાવાદમાં જીતની ઉજવણી થશે. સમગ્ર ટીમનો આજે સાંજે 5.30 વાગ્યે ભવ્ય રોડ શો યોજાશે. ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી રોડ શો યોજાશે. CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે. રોડ શોને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના અપાઈ છે.
