30મે એટલે કે આજના દિવસે PM કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ PM મોદીએ કોરોના કાળમાં અનાથ થયેલા બાળકોને મદદ જાહેર કરી છે. જેમાં શાળાએ જતા બાળકોને શિષ્યવૃત્તિ ટ્રાન્સફર કરવામાં આવશે. આયુષ્માન ભારત હેઠળ બાળકોને હેલ્થ કાર્ડ સોંપવામાં આવશે અને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રનની પાસબુક આપવામાં આવશે. 10 વર્ષથી ઓછી ઉંમરના અનાથ બાળકોને તેમની નજીકની કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન અપાવવામાં આવે છે.
