દોસ્ત હું ગુજરાત છું ..
એટલે તો મોદીજી નું વાઇબ્રન્ટ છું હું…. દ્વારિકા નગરી નો દ્વારકાધીશ છું … શામળાજી માં શામળિયો ગિરધારી છું .. ડાકોર માં રણછોડરાય થઈ વસુ હું .. પાવાગઢ માં મહાકાળી અને અંબાજી માં શક્તિપીઠ માં અંબે નું છું હું ..
સોમનાથ માં ભોળા શંકર નો વાસ છું હું .. દોસ્ત વાઇબ્રન્ટ ગુજરાત છું હું …
આખાય વિશ્વમાં વેપારી ની ઓળખાણ અંબાણી,અદાણી અને રતન ટાટા ની છું હું .. નિરમા બનીને આખાય ભારત માં સ્વચ્છ કપડાં માં છું હું …
હેવમોર અને વાડીલાલ નો આઈસ્ક્રીમ થઈ લોકોનાં મન ને ઠંડક આપું છું હું …
અમુલ બનીને સવારે લોકોને ઉઠાડું છું અને પછી ઓનેસ્ટ નાં ભાજીપાંવ આખીય દુનિયાને ખવરાવું છું હું …
નવયુવાન આર્કીટેક બીમલ પટેલ , હિરેન પટેલ અને અપૂર્વ અમીન નાં સ્થાપત્ય આખાય દેશ માં સર્જુ છું હું …
વિશ્વ નો પ્રીટઝકર આર્કીટેક એવોર્ડ , પદ્મભૂષણ અને પદ્મશ્રી થી સન્માનિત આર્કીટેક ડૉ. બાલકૃષ્ણ દોશી ને સંગાથ છું હું …. દોસ્ત વાઇબ્રન્ટ ગુજરાત છું હું …
સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનીને પર્યટકો નું આકર્ષણ બનું છું હું … .. બહુચરાજી ,અંબાજી ,ડાકોર ,પાવાગઢ ,શામળાજી ,દ્વારકા ,સોમનાથ જેવાં તીર્થસ્થાન બનીને ભક્તો ને આશીર્વાદ આપું છું હું …
દોસ્ત વાઇબ્રન્ટ ગુજરાત છું હું ..
પોરબંદર નાં મહાત્મા ગાંધી બનીને વિશ્વ નાં પાકીટ માં રૂપિયો બની અને સત્ય બનીને દિલમાં વસું છું હું …
સ્ટેચ્યુ ઓફ યુનિટી બનીને સરદાર પટેલ ને વિશ્વભર માં શ્રેષ્ઠ ઉંચાઈ થઈ ઓળખાવું છું હું … મોદી સ્ટેડિયમ ને નામે દુનિયામાં સૌથી મોટાં સ્ટેડિયમ માં ઓળખાઉ છું હું ..
ઇન્દુચાચા અને રવિશંકર મહારાજ ની જન્મભૂમિ અને કનૈયાલાલ મુન્શી નો “મહાગુજરાત” નો વિચાર છું હું ..
જનતા દળ અને કિમલોપ થી કોંગ્રેસ અને ભાજપ સત્તાધારી પક્ષ નું રાજકારણ છું હું … માધવસિંહ , ચીમનલાલ , કેશુબાપા , અને રૂપાણી દ્વારા રંગાયેલું રાજકારણ છું હું,અને હાલમાં રૂપાણી સરકાર ની અદ્ભૂત હાલચાલ માં અકબંધ લોકડાઉંન છું હું …
મોરારજી દેસાઈ અને લાલ બહાદુર શાસ્ત્રી ભૂતપૂર્વ વડાપ્રધાન અને અત્યારે નરેન્દ્ર મોદી થઈ ભારત ને ઓળખું છું હું ..
ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર નાં સંદેશ સાથે સવારની ચા પીવું છું હું …
રેડીઓ મિર્ચી અને રેડીઓ સિટી નો શ્રોતા છું હું … દોસ્ત વાઇબ્રન્ટ ગુજરાત છું હું …
અમદાવાદ માં માન્ચેસ્ટર ની મિલો બનીને દુનિયા ભર માં ઓળખાયો છું હું ..
ચિત્રકારો નાં સર્જનો ને દર્શાવવા હુસૈન દોશી ગુફા ગેલેરી , કનોરિયા આર્ટ સેન્ટર અને હઠ્ઠીસિંહ આર્ટ ગેલેરી માં રવિશંકર રાવળ,રસિકલાલ પરીખ, કનુ દેસાઈ,જેવાં કલા નો પાયો નાખનાર કલાકારો ને યાદ કરવા માટે નો અડ્ડો છું હું .. સુરતનો હીરા ઉદ્યોગ બની વિશ્વ્ માં પરખાયો છું હું …
નવરાત્રી માં નવ રાત્રી સુધી ગરબા રમીને ગુજરાત આખાય માં ગરબે રમું છું હું…
દોસ્ત હું વાઇબ્રન્ટ ગુજરાત છું હું …
ઝવેરચંદ મેઘાણી અને કવિ કલાપી નાં ગીતો પુરષોત્તમ ઉપાધ્યાય , વેણી પુરોહિત ,પ્રફુલ દવે અને ઓસમાન મીર નો મીઠો અવાજ બનીને લોકોને સંગીત ને તાલે ડોલાવું છું હું …
પ્રીતિ પિન્કી , સચિન જીગર અને શ્યામલ સૌમિલ જોડી બનીને ગુજરાતી સંગીત ને ઓળખાઉં છું હું .. કાજલ ઓઝા અને જય વસાવડા નાં સરળ સંબોધન માં ગુજરાતી ભાષા નો વૈભવ છું હું … સંજયલીલા ભણસાલી ,અભિષેક જૈન , દર્શન જરીવાલા અને મેહુલ કુમાર જેવાં ફિલ્મ ડિરેકટરો સાથે અદ્ભૂત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દેખાઉં છું હું .. દોસ્ત હું ગુજરાત છું પણ મોદીજી નું વાઇબ્રન્ટ છું હું .. …
કુલીન પટેલ ( જીવ )