મોદી સરનેમ બાદ હવે રાહુલ ગાંધી સાવરકર વિવાદમાં ફસાયા છે. સાવરકર અંગે કરેલી વિવાદીત ટિપ્પણીના કેસમાં રાહુલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કોર્ટે પોલીસને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. PMMLAના સ્પેશિયલ ACJM અંબરીશ શ્રીવાસ્તવે આ કેસની સુનાવણી માટે 6 જૂનની તારીખ નક્કી કરી છે અને લખનઉની હઝરતગંજ પોલીસને 1 મહિનામાં તપાસ રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરવા આદેશ આપ્યો છે.
