દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા પર બેઠેલા રેસલરોને મોટો ઝટકો લાગ્યો છે. કુસ્તીબાજોની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કુસ્તીબાજોનો કેસ બંધ કરી દીધો છે. બ્રિજભૂષણ સિંહ પર લાગેલા આરોપ પર કોર્ટે કહ્યું, ખેલાડીઓએ હાઈકોર્ટ અથવા નીચલી કોર્ટમાં જવું જોઈએ. કુસ્તીબાજો તરફથી FIR નોંધવાની માંગ કરતી અરજી દાખલ કરાઈ હતી. હવે આ મામલે પોલીસ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે.
