પંજાબી સિંગર સિદ્ધ મૂઝવાલાની 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમાચારથી પરિવારજનો ખૂબ જ દુઃખી છે. માતાની પણ હાલત ખરાબ છે. પ્રાપ્ત માહિતી મુજબ માતા જાન્યુઆરીથી સિદ્ધુના લગ્નની તૈયારી કરી રહી હતી. પરંતુ રવિવારે તેની હત્યા થતાં માતાનું એક મોટું સપનું અધૂરું રહી ગયું, ઉલ્લેખનીય છે કે, રવિવારે 30 રાઉન્ડ ફાયરિંગ કરીને સિદ્ધની હત્યા થઈ હતી.
