RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના સાળા અને પૂર્વ ધારાસભ્ય સાધુ યાદવને પટનાની MPMLA કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. જણાવી દઈએ કે 18જાન્યુઆરી 2001ના રોજ સાધુ યાદવે જોઈન્ટ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં અધિકારીઓ સાથે મારપીટ કરી હતી.આ કેસમાં કોર્ટે સાધુ યાદવને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે. સાધુ યાદવના વકીલે કહ્યું છે કે પૂર્વ ધારાસભ્ય કામચલાઉ જામીન માટે અરજી દાખલ કરશે.
