પશ્ચિમ બંગાળ સરકારે ફિલ્મ ”The Kerala Story’ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આ ફિલ્મ રાજ્યમાં રિલીઝ નહીં થાય. CM મમતા બેનર્જીએ કહ્યું કે, આ ફિલ્મ માત્ર બનાવટી વાર્તા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા તમિલનાડુ સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ મામલે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, પશ્ચિમ બંગાળ જેવું રાજ્ય ફિલ્મ પર પ્રતિબંધ મૂકીને આવો અન્યાય કરી રહ્યું છે.
