‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ રિલીઝ થયાને ત્રણ દિવસ થયા છે. દરરોજ ‘ધ કેરલા સ્ટોરી’ ના કલેક્શનમાં વધારો નોંધાયો છે. આંકડાઓની વાત કરીએ તો ‘ધ કેરલા સ્ટોરી’ એ પહેલા દિવસે 8.3 કરોડનો બિઝનેસ કર્યો હતો. શનિવારે ફિલ્મે 11.22 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. 3 દિવસમાં જ આ ફિલ્મે 35 કરોડથી વધુની કમાણી કરી છે. ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મે 3 દિવસમાં રૂ. 27.15 કરોડની કમાણી કરી હતી.
