આખા પાકિસ્તાનમાં કલમ 144 લાગુ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી પાક રેન્જર્સ દ્વારા ધરપકડ કરાઈ હતી. ઈમરાનની ધરપકડ બાદ સમગ્ર દેશમાં હોબાળો શરૂ થયો છે. તેમની પાર્ટી PTIએ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. ત્યારે હવે ઈમરાનના સમર્થકો રોડ પર ઉતરી આવ્યા છે. દેશમાં હોબાળો વધતા ઈસ્લામાબાદ શહેર બાદ હવે આખા પાકિસ્તાનમાં કલમ 144 લાગૂ કરી દેવાઈ છે.
