HAPPY BIRTHDAY અદા શર્મા

‘ધ કેરલા સ્ટોરી’માં પોતાના અભિનયથી છવાઈ ગયેલી અદા શર્મા આજે તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. તમિલ અને તેલુગુ સિવાય અદાએ બોલિવૂડમાં પણ કામ કર્યું છે. અદાએ હોરર ફિલ્મ ‘1920’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી અભિનેત્રી હમ હૈ રાહી કાર કે, કમાન્ડો અને કમાન્ડો 2 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. જોકે તેને આ ફિલ્મથી કોઈ ઓળખ મળી ન હતી. હવે તે ધ કેરલા સ્ટોરીથી દરેક જગ્યાએ ચર્ચામાં છે.