હવાલા કેસમાં દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની EDએ ધરપકડ કરી છે. EDની આ કાર્યવાહીથી દિલ્હીની કેજરીવાલ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. તેના પર નકલી કંપનીઓ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, જૈનને અગાઉ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. EDએ પહેલા તેની પૂછપરછ કરી અને પછી ધરપકડ કરી.
