એસજી હાઇવે પર આવેલી અપના અડ્ડા ધ કાફે કીટલીને જાહેર રોડ પર કચરો ફેંકતા સીલ…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વેપારીઓના ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એસજી હાઇવે પર આવેલા ‘અપના અડ્ડા ધ કાફે’ કીટલી નામની દુકાનની બહાર જાહેર રોડ ઉપર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતા દુકાનને સીલ કરવામાં આવી હતી.