ગુજરાત સરકારની મંજૂરી બાદ ફોર્ડની સાણંદ ખાતેની જમીન અને બિલ્ડીંગનું ટાટા કંપની હસ્તગત કરશે.હવે ફોર્ડ ઇન્ડિયા કંપનીની તમામ મશીનરી ટાટા કંપની પોતાને હસ્તગત કરશે. જેના લીધે હવે અનેક લોકોને ટાટા કંપનીમાં રોજગારી મળશે. ફોર્ડ ઇન્ડિયા કંપનીના તમામ કર્મચારીઓનો ટાટા મોટર્સમાં સમાવેશ કરાશે. ફોર્ડ ઇન્ડિયા કંપની એન્જીન ઉત્પાદન પ્લાન્ટ શરૂ રાખશે.
