તાજેતરમાં જાહેર થયેલ પરિણામ માં ગોસ્વામી સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ, શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ- કચ્છ પ્રદેશ, શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહિલા મંડળ, શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ મહિલા મંડળ, શ્રી ભુજ દશનામ ગોસ્વામી યુવક મંડળ, શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી યુવક મંડળ, શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી યુવક મંડળ તથા સમસ્ત ગોસ્વામી સમાજ ના સહયોગ થી સરસ્વતી સન્માન નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૬-૭-૨૦૨૩ – રવિવાર નાં રોજ યોજાનાર સરસ્વતી સન્માન સમારોહ પ્રસંગે કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ ૮ થી કોલેજ સુધી જે વિદ્યાર્થીઓ ને ૭૦% કે તેથી વધુ માર્કસ મેળવ્યા હોય કે ઉચ્ચ ડિગ્રી મેળવી હોય એમનું શિલ્ડ તથા સામાજિક સર્ટિફિકેટ એનાયત કરી ને સન્માન કરવા માં આવશે.
આ પ્રસંગે શ્રી અમૃતગીરી પ્રેમગીરી ગોસ્વામી ( પ્રમુખ શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ), શ્રી રમેશગીરી કરશનગીરી ગોસ્વામી ( પ્રમુખ શ્રી મહા મંડળ દશનામ ગોસ્વામી સમાજ – કચ્છ પ્રદેશ), શ્રી મનોજપુરી તુલસીપુરી ગોસ્વામી ( ટ્રસ્ટી શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ – ગુજરાત), દેવેન્દ્રગીરી રેવાગીરી ગોસ્વામી ( ઉપ પ્રમુખ શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ – ગુજરાત), મીનાબેન ડી. ગોસ્વામી ( મહિલા પ્રમુખ શ્રી મહા મંડળ ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ – મહિલા મંડળ), શ્રી દક્ષાબેન એચ. ગોસ્વામી ( મહિલા પ્રમુખ શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ મહિલા મંડળ), શ્રી મંથનગીરી અતુલગીરી ગોસ્વામી ( યુવા ઉપ પ્રમુખ શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ – ગુજરાત), શ્રી જયેશગીરી ગુણવંતગીરી ગોસ્વામી ( યુવા પ્રમુખ શ્રી મહા મંડળ ગુજરાત દશનામ ગોસ્વામી – કચ્છ પ્રદેશ), શ્રી આશિષગીરી જયસુખગીરી ગોસ્વામી ( યુવા પ્રમુખ શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ) સહિત નાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાનું નામ લખાવે. તમામ પાસ થયેલ વિદ્યાર્થીઓ ને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તથા ૭૦% અને એથી વધુ માર્કસ મેળવેલ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવશે. બાકી વિગતો ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. એવું તમામ મંડળ ની સંયુક્ત અખબારી યાદી માં જણાવ્યું હતું.