આઝાદી નાં મતવાલાઓ માં વીર સાવરકર નું નામ અગ્રીમ હરોળમાં આવે એનાં એક નહીં અનેક કારણ છે. રાજકિય ઉપેક્ષા નો સૌ થી વધુ ભોગ સાવરકર બન્યા છે. અમુક રાજકિય પક્ષો તથ્યને ખોટી રીતે કોર્ટ કરીને પ્રસ્તુત કરે છે ,જે અર્ધ સત્ય છે. પુર્ણ સત્ય જાણ્યા વગર આઝાદી ના આ મહાન સૈનિક પર કાદવ ઉછાળવા નું બંધ કરવું જોઇએ.૨૮ મે,૧૮૮૩ નાં નાસિક જિલ્લા નાં દેવલાલી પાસે નાં ભગુર ગામ ના રાધાબાઈ – દામોદર પંત કોંકણસ્થ બ્રાભણ પરિવાર માં જન્મ થયો. દામોદર પંત પ્રકાંડ પંડિત અને સંસ્કૃત નાં જ્ઞાતા હતા. અંગ્રેજી જાણે, પણ મનોચિત માં તો દેવભાષા જ વસેલી. પતિ – પત્ની બંને ધાર્મિક. રાધાબાઈ ધર્મ -આધ્યાત્મ નાં જાણકાર. ગ્રંથો ની વાતો અડોસ પડોસ માં કહે. ચાર સંતાન. એક પુત્રી , ત્રણ પુત્ર. ગણેશ, વિનાયક, નારાયણ.ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉછેર થયો.
વિનાયક ભણવા માં તેજ. સાથે ધાર્મિક અને દેશભક્તિ રગે રગમાં વહે. નાનપણ થી જ કલ્પના શક્તિ ખીલવા લાગી હતી. આઠમા ધોરણ માં કલમ ચલાવવા લાગ્યા હતા. ભારત ની ભવ્યતા નામનો એક પત્ર ત્યાર નાં પ્રસિદ્ધ મરાઠી “નાસિક વૈભવ” માં છપાયો હતો. અહીં થી લખવા ની શરૂઆત થઈ. આસપાસ નાં વાતાવરણ ની અસર પડતી હોય છે. જોયું કે રાષ્ટ્ર ગુલામી માં સબડી રહ્યું છે. હિંદુ એકત્ર નથી. વેરવિખેર છે. આથી હિંદુઓ ને એકત્ર કરવા, રાષ્ટ્ર ભક્તિ જગાવવા ત્રણેય ભાઈઓ એ જીવન ભર મહેનત કરી અને અંતે રાષ્ટ્ર માટે ફના થઈ ગયા.
નાશિક માં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવીને ૧૯૦૧ માં મેટ્રિક પાસ કર્યું.વધુ અભ્યાસ માટે પુણેની ફર્ગ્યુસન કૉલેજ માં દાખલ થયા.૧૯૦૪ માં મુંબઇ યુનિવર્સિટી માં પ્રથમ વર્ષ એલએલબી ની, બીજા વર્ષે બીએ ની પરીક્ષા પસાર કરી. આગળ અભ્યાસ ની ખેવના, પણ આર્થિક પાસું નબળુ. પણ શ્યામજી કૃષ્ણ વર્મા ની આર્થિક સહાય થી બેરિસ્ટર બનવા ૧૯૦૬ માં ઇંગ્લેન્ડ ગયા.૧૯૦૯ માં બાર એટ લૉ ની પરીક્ષા પાસ કરી. પરંતુ અંગ્રેજીયત ની પદવી લેવા ની ના પાડી દીધી.એક તરફ તેઓ જ્ઞાન પ્રાપ્ત કરી ને અંગ્રેજો ને ધુળ ચટાડવા મહેનત કરી રહ્યા હતા, બીજી તરફ એજ વર્ષે મોટા ભાઈ બાબારાવ ( ગણેશ સાવરકર) ને જન્મટીપ ની સજા થઈ. નાના ભાઈ નારાયણ પણ દેશ ભક્તિ થી રંગાયેલા. એક જ પરિવાર નાં ત્રણ સંતાન રાષ્ટ્ર માટે જીવન ખપાવી દીધું હોય એવો અન્ય કોઈ કિસ્સો જડતો નથી.
વિદ્યાર્થી કાળ માં હિંદુઓ ને ભેગા કરી ને એક મંડળ બનાવેલું. લડવા નું થાય તો? એવી સ્થિતિ માં શરીર વજ્ર જેવું બનાવવા નાં શપથ લીધા. બાળપણ માં જ ધર્મ અને દેશભક્તિ ની પ્રવૃત્તિઓ આદરી દીધી હતી. ગામ માં અભ્યાસ પૂરો કરી ને નાસિક ભણવા ગયા. દરમિયાન માતા રાધાબાઈ નું નિધન થયું.૧૮૯૯ માં સપ્ટેમ્બર માં પિતા નું પણ પ્લેગ નાં કારણે અવસાન થયું. આથી પરિવાર ભાંગી પડ્યો હતો. પણ અનેક અવરોધો ને પાર કરી ને ત્રણેય ભાઈઓ સતત દેશ અને ધર્મ,આધ્યાત્મ ની પ્રવૃત્તિઓ કરતા રહ્યા. તેમનાં લગ્ન ભાઉસાહેબ પંલક રામચંદ્ર ચિપણુકર નાં સૌથી મોટી પુત્રી યમુના સાથે થયેલ.૧૯૦૫ માં પ્રભાકર નામે પુત્ર નો જન્મ થયો.૧૯૦૦ માં “મિત્રમેળા ” નામનું સંગઠન સ્થાપ્યું, જે આગળ જતાં “અભિનવ ભારત” નામની ખ્યાતનામ સંસ્થા બની ગઈ. જેની એક શાખા ગદર પાર્ટી પણ બની ,જે મુખ્યત્વે વિદેશ માં સક્રિય હતી. બાળ ગંગાધર તિલક દ્વારા ગણપતિ મહોત્સવ ને વધુ વિરાટ બનાવવા માટે આહવાન કર્યું. જેમાં વીર સાવરકર પણ જોડાયા હતા. આજે દેશભમાં અને ખાસ તો મુંબઈ – મહારાષ્ટ્ર માં ગણેશ ઉત્સવ જોરશોર થી ઉજવાય છે એ આ બંને મહાત્માઓ ને આભારી છે.વિનાયક ભાઉ અનેક કાર્યો કરતા રહ્યા. ભણી ગણી ને નોકરી મેળવવા નો કોઈ ઈરાદો હતો નહીં, ખુબ અભ્યાસુ હતા.કોઈ પણ મોટી પદવી – નોકરી મળી શકે તેમ હતી, પણ ગુલામી ની ઝંઝીરો માં થી મુક્ત થવું હતું.ત્યારે નોકરી મળવી બહુ મોટી વાત હતી.પણ આ વીર ને નોકરી નહોતી જોઈતી.આથી અભ્યાસ પૂરો કરીને દેશ સેવા માં લાગી ગયા. નિરક્ષરતા એ જમાના માં બહુ વ્યાપક હતી, જે ભણેલા હતા એમનાં સુધી પણ આઝાદી ની વાત પહોંચતી નહોતી. આથી એમણે લખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. લંડન માં ઇન્ડિયા હાઉસ ,જે શ્યામજી કૃષ્ણ વર્મા ઇત્યાદિ નેતાઓ દ્વારા સ્થપાયું હતું, એ ભગીરથ કાર્ય ને આગળ વધારવા “ભારત નાં સ્વાતંત્રયુદ્ધ નો ઈતિહાસ ” પ્રથમ મરાઠી માં અને ત્યાર બાદ પોલેન્ડ માં અંગ્રેજી માં પ્રકાશિત કર્યો. પણ અંગ્રેજો ની આંખો માં ધુળ નાખવા નામ બદલી નાખ્યું – પબ્લિક પેપર!
પણ આ ચાલાકી અંગ્રેજો નાં ધ્યાન માં આવતાં પુસ્તક પર પ્રતિબંધ લગાવવા માં આવ્યો. પણ તેમણે લખવા નું બંધ ન કર્યું. શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ,ગુરુ ગોવિંદસિંહ ની જયંતિઓ ઉજવવા લાગ્યા.૨૨ ઓગસ્ટ,૧૯૦૭ નાં જર્મની માં ઈન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કોંગ્રેસ નું અધિવેશન ભરાઇ રહ્યું હતું, વીર સાવરકરે મેડમ કામા સાથે મળી ને ભગવો રાષ્ટ્ર ધ્વજ બનાવ્યો હતો, જેના કેન્દ્ર માં વંદે માતરમ હતું, જેમાં સ્વસ્તિક, કમળ,તલવાર, કિરપાણ જેવાં પ્રતીકો મુખ્ય હતાં. હિન્દુ રાષ્ટ્ર ની દબાઈ ગયેલ ભાવનાને વધુ તીવ્રતા સાથે કહી.આજે હિંદુ રાષ્ટ્ર ની માંગણી કરવી જાણે કે પાપ બની ગયું છે.એ જમાના માં પણ એવું જ હતું.સેક્યુલર નેતાઓ, પક્ષો કોઈ જ હિંદુ હિત ની વાત કરવા તૈયાર નહોતું.બીજી તરફ, મુસ્લિમ રાષ્ટ્ર નો પાયો નખાઇ રહ્યો હતો.૧૮૫૭ નાં સ્વતંત્ર સંગ્રામ ને શબ્દસ્થ કર્યો ” ધ ઇન્ડિયન વૉર ઓફ ઇન્ડિપેન્ડસ્ ” નામે થી.૧૯૦૮ માં પોતે મરાઠી માણુંસ એટલે મરાઠી ભાષા માં પુસ્તક લખ્યું, જે બાદ માં અંગ્રેજી સહિત ની ભાષાઓ માં પ્રસિદ્ધ થયેલ.આ અનુવાદ વિદેશ માં ઇન્ડિયા હાઉસ નાં છ વિદ્યાર્થીઓ એ કરેલ. વિચારો ની સ્પષ્ટતા અને તીવ્રતા એટલી કે એ સમય માં આંગળી નાં વેઢે ગણી શકાય એટલા લેખકો માં નાં એક સાવરકર. યાદ રહે, આ એવો કાળ હતો, જ્યારે ભારત સહિત જગત ભર માં મુદ્રણ કરવું લોઢા નાં ચણા ચાવવા જેટલું કઠિન હતું. ઉપરાંત આ તો સ્વદેશી ચળવળ. એટલે અંગ્રેજો ની બાઝ નજર સતત રહેતી. હોલેન્ડ માં અંગ્રેજી આવૃત્તિ પ્રગટ થયેલી, જે બાદ અન્ય ભાષાઓ માં પ્રસિદ્ધ થઈ. અંગ્રેજો ની નજર માં આવતાં પુસ્તક પર પ્રતિબંધ લગાવવા આવ્યો. ડૉ કુતિન્હો એ ધર્મ ગ્રંથ ની જેમ પુસ્તક સાચવ્યું હતું. બહુ મોડે થી ૧૯૪૬ માં મુંબઈ સરકારે પ્રતિબંધ હટાવ્યો.
૧૫ વર્ષ ની નાની વયે ભારત માતા ની પ્રતિમા આગળ – સ્વતંત્રતા ની દેવી આગળ પ્રાણ આહુતિ ની પ્રતિજ્ઞા લીધી.આ વાક્ય બે – ચાર વખત લખવા ની લાલચ થાય છે.પંદર વર્ષ નો જુવાનિયો રાષ્ટ્ર માટે પ્રાણ આહુતિ નાં શપથ માં ભારતી ની મૂર્તિ સામે લે છે.૧૯૦૩ માં આઝાદી , રાષ્ટ્રભક્તિ ની કવિતા જયોસ્તુતે… લખી, જે એ જમાના માં ખુબ લોકપ્રિય થઈ હતી.૧૯૦૭ માં લંડન ખાતે સ્વતંત્રતા ની ચળવળ માં સક્રિય રીતે ભાગ લીધો. ઇટાલી માં જોસેફ મેગેઝિન ( અંગ્રેજો ની આંખ માં ધુળ નાખવા પુસ્તકો નાં ટાઇટલ, મેગેઝિન નાં નામો અલગ અલગ રાખવા માં આવતાં. ઘણાં સમય સુધી જોસેફ નામ સાંભળી ને અંગ્રેજો ગફલત માં રહ્યા.) આ મેગેઝિન માં વીર સાવરકર ના લેખો પ્રકાશિત થતા.૧૦૯૮ માં છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતિ નું લંડન ખાતે આયોજન કરવામાં આવ્યું.૧૯૦૯ માં લંડન માં મહાત્મા ગાંધી ની અધ્યક્ષતા માં દશેરા નું આયોજન થયું હતું, જેમાં સક્રિય ભૂમિકા ભજવી. દશેરા વિજય નું પ્રતિક છે, આથી વિજયોત્સવ કહેવાય છે, પણ અંગ્રેજો ને આ બધું રાસ નહોતું આવતું.૧૦૧૯ માં પેરિસ માં બોમ બનાવવા ની તકનીક જાણવા માટે મુલાકાત દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. બોમ કેમ બને છે એ જાણવા માટે મુલાકાત લીધી હતી. પણ ખબર નહોતી કે આ મુલાકાત માત્ર આગળ નાં જીવન ને નરક સમાન બનાવી નાખશે.
અમુક રાજકિય પક્ષો દ્વારા આવા મહાન આત્મા, દેશભક્ત ને છાસવારે અપમાનિત કરવા માં આવે છે એ અત્યંત અશોભનીય છે. રાજકિય મતભેદ હોઇ શકે. પાર્ટી લાઈન અલગ અલગ હોઈ શકે. મતદાતાઓ પણ અલગ અલગ હોઈ શકે, પણ રાષ્ટ્ર એક છે. ભારત ની આઝાદી માટે લાખો લોકો ને જીવ ખોયા છે. વીર સાવરકર નો જીવન કાળ એટલો લાંબો અને અંતે એટલો કષ્ટદાયક રહ્યો છે કે વર્ણન માત્ર થી રૂવાંડા ઊભાં થઇ જાય. જેલ દરમિયાન ક્રૂર અંગ્રેજો એ એટલો જુલ્મ ગુજાર્યો હતો કે અનેક લોકો નાં મોત થયાં હતાં. જેલ માં રસોઈ બનતી એમાં ઘણી વાર સાપ, વિછુ ના ટુકડા નીકળતા. વાતાવરણ જ એટલું બંધિયાર કે કડેધડે માણસ પણ બીમાર પડી જાય. અનેક જાત નાં કામ લેવા માં આવતાં. ઘણો જુલ્મ ગુજારવા માં આવતો.
એક વિવાદ સૌ થી વધુ છે, એ છે માફી પત્ર લખવાનો. હા, આવો પત્ર લખ્યો હતો. પણ ક્યા સંજોગો માં લખ્યો હતો એ જાણવું પણ જરૂરી બની જાય છે. માફી પત્ર બાદ દેશસેવા ની ચળવળ ચાલુ રહે એવો ઉદ્દેશ્ય હતો. અનેક રાજાઓ વચ્ચે સંધિઓ થતી, જે આગળ જતાં તુટી જતી. યુદ્ધ માં વિજેતા રાજા હારેલા પક્ષ પાસે થી કબૂલાત નામુ લખાવી લેતા. માફી પત્ર થી પણ સંતોષ ન વળતાં હત્યાઓ કરવા માં આવતી. માફી પત્ર રણનીતિ નો એક ભાગ હોય છે. વીર સાવરકર નાં પત્ર માં સ્વ અથવા દેશ, ધર્મ ને નીચું જોણું થાય એવો એક પણ શબ્દ લખ્યો નથી. આખા પત્ર નો સાર એટલો જ હતો કે અંગ્રેજો સામે ની ચળવળ ને થમાવી દેવામાં આવશે. જસ્ટ થિંક, જે માણસ અંગ્રેજો દ્વારા એનાયત થતી પદવી, જે જીવન માં ખુબ કામ આવવાની હતી, એ લેવા ની ના પાડી દીધી હતી, તો એવી વ્યક્તિ ને અપમાનિત કેવી રીતે કરી શકાય? હર સમય, હર યુદ્ધ, હર ઘટના નાં પરિપેક્ષ ને આજ નાં સંદર્ભ માં ન આંકી શકાય. અન્ય પણ અનેક એવાં પાત્રો મળે છે જેમણે માત્ર માફી નહીં, નાક પણ રગડ્યાં છે. માફી નો સૌ થી વધુ મોટો દાખલો છે મોહમ્મદ ઘોરી નો.૧૬ – ૧૬ વખત માફી માંગી હતી, પણ ૧૭ મી વખત એક વખત યુદ્ધ માં જીતી જઈ ને પૃથ્વીરાજ ચૌહાણ ને પોતાનાં દેશ લઈ જઈ ને કરુણ મોત આપ્યું હતું. ઘોરી ના નજરિયા થી માફી માંગવી એ રણનીતિ નો જ એક ભાગ હતો. સૌ થી મોટો માફીવીર મોહમ્મદ ઘોરી હતો. વીર સાવરકર ના કિસ્સા માં આખો ઘટના ક્રમ અલગ હતો, જેને બીજા છેડા નાં દ્રષ્ટિકોણ થી પેશ કરવા માં આવ્યો અને સતત અપમાનિત કરવા માં આવે છે એ દુખદ બાબત છે. વોટ ની રાજનીતિ થી ઉપર ઉઠીને રાષ્ટ્રને વળગી રહેવું જોઈએ. વીર સાવરકરે
કાલાપાની ની સજા ને પણ ક્યા અર્થ માં જોઈ?
લખ્યું:-
યહ તીર્થ-મહાતીર્થ હે,
મત કહો ઇસે કાલાપાની,
તુમ સુનો..
યહાં કી ધરતી કે કણ કણ સે ગાથા બલિદાની!
( કાલાપાની ની સજા દરમિયાન લખાયેલું એક કવિત્વ વાળું વાક્ય ઘણું બધું કહી જાય છે.)
આઝાદી નાં લડવૈયાઓ ની યાદી માં ટોપ ટેન માં સાવરકર નું નામ શ્રદ્ધા પુર્વક મૂકવું જોઈએ. અલબત, આવી કોઈ યાદીથી અન્ય મતવાલા ઓ નું યોગદાન- નામ કમ ન થાય. પ્રાથમિક શાળા માં જ ધ્યેય નક્કી થઈ ગયું હતું. રાષ્ટ્ર પ્રેમની સાથે હિન્દુત્વ ની લડત લડવા વાળા સર્વ પ્રથમ લડવૈયા. કોઈ સેક્યુલરિઝમ નો જામો નહીં, ન કોઈ નું અપમાન.પોતાની વાત મક્કમતા થી રાખી. જો મુસ્લિમ રાષ્ટ્ર ની વાત થઈ શકતી હોય, અને આગળ જતાં દેશ નાં ટુકડા કરીને પણ મુસ્લિમ મુલ્ક બની શકતો હોય તો હિંદુ રાષ્ટ્ર કેમ નહીં? એમાં અન્ય ધર્મો નાં, સંપ્રદાયો નું અપમાન કેવી રીતે થયું? પોતાનો હકક માંગવા માં તેઓ નાનપણ થી જ વધુ સ્પષ્ટ હતા. આ સ્પષ્ટતા નું પ્રમાણ અતિ ઘણું હતું.નેતાગિરિ , પદ, પૈસા, પ્રતિષ્ઠા, કંઈ જ નહોતું જોઈતું એમને. માત્ર દેશભક્તિ જ જીવન નું પ્રથમ અને અંતિમ લક્ષ્ય.
મદનલાલ ધીંગરા કટ્ટર હિંદુ હતા. સાવરકર ની અભિનવ ભારત ની ચળવળ માં જોડાયા. રાષ્ટ્ર ની આઝાદી માટે ગાણા ગાવા માં દી નહીં વરે એવું સ્પષ્ટ માનતા.૧ જુલાઈ,૧૯૦૯ નાં રોજ વાયલી કે જે સેક્રેટરી હતા એમનાં પર ધનાધન ગોળીઓ છોડી ને હત્યા કરી. સજા માં ફાંસી મળી, જેને હસતાં હસતાં સ્વીકારી લીધી. એકાદ મહિના માં જ ક્રૂર અંગ્રેજો એ તારીખ ૧૭ ઓગસ્ટ,૧૯૦૯ નાં ફાંસી આપી. આ ફાંસી થી સાવરકર વ્યથિત થઇ ગયા. કાનુન નાં નામે, કંપની સરકાર નાં નામે અંગ્રેજો લુટ ચલાવી રહ્યા છે એ વાત થી આક્રોશિત થઈ ને વધુ પૂરજોશ થી વિરોધ કરવા લાગ્યા. નાના ભાઈ નારાયણરાવ સાવરકર ની વાઇસ રોય લોર્ડ મિંટો પર કર્ણાવતી માં હાથગોળો ફેંકવા નાં આરોપ સર ધરપકડ કરવામાં આવી. મોટા ભાઈ ગણેશ સાવરકર ને દેશ નિકાલ કરવા માં આવ્યા. જજ માંગતેમેરી એ ૧ જાન્યુઆરી,૧૯૧૦ નાં રોજ સાવરકર નું વોરંટ જાહેર કર્યું.૧૩ માર્ચ નાં સાવરકર ઇંગ્લેન્ડ પહોંચ્યા. જ્યાં વિક્ટોરિયા સ્ટેશન પર ધરપકડ કરવામાં આવી. આયંગર નામની વ્યક્તિ અદાલત માં મળવા આવ્યા ત્યારે ટુંક માહિતી સંદેશ આપ્યો: હવે માર્સેલ્સ બંદરે મળીશું…
૧ જુલાઈ,૧૯૧૦ નાં રોજ વિનાયક દામોદર સાવરકર ને પી.એન્ડ.ઓ.નામ ની બ્રિટિશ સ્ટીમર કંપની ની સ્ટીમર દ્વારા ભારત આવવા રવાના થયા.૧૦ જુલાઈ નાં આ સ્ટીમર ફ્રાન્સ નાં માર્સેલ્સ બંદરે આવ્યું ત્યારે આગોતરા પ્લાન મુજબ સાબદા પહેરા વચ્ચે થી છટકી જવા કુદરતી હાજતે જવાની પરવાનગી લઈ ને પાયખાના ની બારી નો કાંચ તોડી ને બેડીઓ સાથે દરિયા માં ઝંપલાવ્યું. આનો અંદાજો અંગ્રેજો ને નહોતો. કોઈ માણસ બેડીઓ સાથે દરિયા માં કેવી રીતે ભૂસકો મારી શકે? ભાગી છૂટવા ની આટલી હિંમત કોઈ કરી જ ન શકે એવી અંગ્રેજો ની ધારણા ને ચકનાચૂર કરી ને સાવરકર દરિયા માં કૂદી પડ્યા. ભૂસકા નો અવાજ સાંભળી ને પાછળ થી દોડી આવેલા અંગ્રેજો એ ગોળીઓ છોડી. પણ બેડીઓ સાથે ગોળીઓ થી બચતા રહી ને તરી ને કિનારા ભણી ભાગ્યા. પાછળ થી પકડો , પકડો, ચોર, ચોર.. ની બૂમો પાડવા લાગ્યા. કિનારે ફ્રેન્ચ પોલીસે ચોર સમજી ને પકડી લીધા. એમને અંગ્રેજી માં કહ્યું કે હું ચોર નહીં, રાજકિય શરણાર્થી છું. પણ ફ્રેન્ચ પોલીસ અંગ્રેજી ન સમજી શક્યા. વધુ ચોખવટ નો સમય પણ ક્યાં હતો? થોડીવાર માં પાછળ થી અંગ્રેજો આવી ગયા અને ફરીવાર બંદી બનાવી લેવાયા. ભારત માં આવી ને અંગ્રેજો ને કાયદા નાં નામે, જેમાં માત્ર અંગ્રેજો ની જોરહુકમી જ ચાલતી,૧૫ સપ્ટેમ્બર નાં કેસ શરૂ થયો,૬૮ દિવસ ની એકતરફા દલીલો બાદ કેસ નક્કી થયો: આજીવન કારાવાસ !!
એવો કયો ગુન્હો હતો સાવરકર નો? અભિવ્યક્તિ ની આઝાદી નો ઉપયોગ જ કર્યો હતો. આજીવન કારાવાસની સજા નાં વિરોધ માં શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા, સરદાર સિંહ રાણા ઇત્યાદિ એ આંતરરાષ્ટ્રીય કોર્ટ માં ઘા નાખી. પણ ત્યાં પણ અંગ્રેજો નાં ભાયાતો જ બેઠા હતા. એમણે કેસ ને મહત્વ ન આપ્યું. ઉલટું,૧૩ જૂને ટ્રીબુનલે બીજી આજીવન દેશવટા નું સજા આપી. ત્યારે સાવરકરે કહ્યું હતું:
ચાલો, આ રીતે પણ તમે માન્યું તો ખરું કે બીજો જનમ પણ હોય છે…!
કઠોર સજા માં પણ વ્યુમર શોધી શકતા વીર સાવરકર ને ડુંગરી જેલ માં કેદીઓ નાં વસ્ત્રો પહેરાવ્યાં. ચશ્માં છીનવી લેવા માં આવ્યાં. અને અપમાનિત કરવા છાતી પર લોખંડી બિલ્લો ટીંગાડ્યો, જેના પર સજા ની તારીખ લખવા માં આવી: તા.૧૦ જાન્યુઆરી,૧૯૧૦ થી, તા.૧૦ જાન્યુઆરી,૧૯૬૦.!
૪ જુલાઈ,૧૯૧૧ નાં રોજ આંદામાર શિફ્ટ કરાયા. આ એટલી ખૌફનાક જેલ હતી, જ્યાં ગયા પછી કોઈ પાછું ન આવતું. અનેક યાતનાઓ આપવા માં આવતી. જમવા માં રુખુસુખું, એમાંય ધુળ, કાંકરા હોય, ક્યારેક જમણ માં સાંપ નાં કટકા પણ નીકળે, કીડા – મકોડા તો રોજ ની વાત, બંધિયાર વાતાવરણ માં પાણી પીવાની કે હાજતે જવાની પણ પરવાનગી નહીં. લખવા માટે ગાંધી કે અન્ય પાત્રો માટે અંગ્રેજો એ જાજમ પાથરી, એ જ અંગ્રેજો એ સાવરકર નાં કિસ્સા માં આટલા ક્રૂર કેમ બની ગયા? કોઈ પણ મોટા ગુન્હા વગર? અંગ્રેજો નાં જ કાયદા મુજબ કોઈ કલમ લાગતી નહોતી. આથી જ એ વધુ છંછેડાયા હતા. કલમ, કાગળ ની માંગણી કોઈ સાંભળે એમ નહોતું. આથી દિવાલો પર કવિતાઓ લખી. સતત લખી. યાદ રાખી. લોહી ઉકળતી રચનાઓ, ઉગ્ર, હાડ માંસ તપી જાય એવી કવિતાઓ…
દશ વર્ષ. જી હાં. દશ વર્ષ જીવતે જીવ નરક ભોગવ્યું. અને આજનાં બે બદામ અને પાંવ આના ની ઔકાત નાં તુચ્છ નેતાઓ પોતાને સુટ થાય એવી રાજનીતિ કરવા વીર સાવરકર ને નીચા દેખાડવા એલફેલ બોલે છે. આવા કોડી કોડી નાં નેતાઓ પર કોર્ટ સંજ્ઞાન લે ન લે, જનતા એ જરૂર સંજ્ઞાન લેવું જોઈએ અને ચુંટણી નાં પરિણામ માં જવાબ આપવો જોઈએ. અન્ય મુદ્દાઓ છે જ. એકબીજા પર કાદવ ઉછાળો, વાણીવિલાસ કરો, વિકાસ નાં નામે કે અન્ય રીતે પોત પોતાની વોટ બેંક ને સાધો.નેવર માઈન્ડ.ધિસ ઇઝ યોર સાઈડ. બટ, દેશ નાં સ્થાપિત મૂલ્યો જેવા ઇતિહાસ નાં નામો પર થુંક ઉડાડવા નું બંધ કરો. છતાં બોલવું જ હોય તો દશ વર્ષ નહીં, માત્ર દશ દિવસ આંદોમાન ની એ સેલ્યુલર જેલ માં વિતાવી આવો. ત્યાર બાદ વાત કરજો. અન્ડરસ્ટેન્ડ???
વીર સાવરકર ને આજીવન કારાવાસ ની સજા થી ધીમે ધીમે લોક જુવાળ ફાટી નીકળ્યો હતો. અનેક રીતે અંગ્રેજો ને ઘેર્યાં આથી દશ વર્ષ બાદ ૨૧ જાન્યુઆરી,૧૯૨૧ નાં રોજ વીર સાવરકર ને આઝાદ કરવા પડ્યા. ત્યાર બાદ પણ સાવરકર સતત લખતા રહ્યા, અનેક પુસ્તકો લખ્યાં.૧૯૨૫ માં દીકરી પ્રભા નો અને ૧૯૨૮ માં પુત્ર વિશ્વાસ નો જન્મ થયો. હિંદુ મહાસભા ની સ્થાપના કરી. સાત વર્ષ પ્રમુખ પદે રહ્યા.૧૯૩૦ માં પતિતપાવન મંદિર ની રચના કરી. જ્યાં સૌ કોઈ નાત જાત વગર આવે એ સૌ ની ઓળખ એક જ હોય: એઝ હિંદુ…
હિંદુ ગૌરવ ની વાત કરવી આપણે ત્યાં તુચ્છ કર્મ ગણાય છે એવો માહોલ જમાવવા માં આવ્યો છે. પણ હિન્દુત્વ ની વાત કરનારા, કામ કરનારા કરોડો લોકો હતા, છે અને રહેશે. એમાં અન્ય લોકો ને શું પરેશાની હોઈ શકે? આઈ ડોન્ટ નો.!
માફીવીર કહી ને ખીલ્લી ઉડાડવા માં આવે છે, એ અત્યંત ધૃષ્ણાસ્પદ બાબત છે. દેશ નાં એક સર્વોચ્ય બલિદાની ને કોશવા માં આવે છે અને મુર્ખ જનતા તાળીઓ પાડે છે? હાઉ ડેર યુ? તુચ્છ નેતાઓ નાં ભડકાવવા થી જનતા કેમ ભડકી જાય છે? સત્ય જાણ્યા વગર થર્ડ જેન્ડર ની જેમ તાબોટા કૂટવા મંડી પડે છે! વીર સાવરકર નાં અપમાન થી કોઈ ને ફાયદો કે નુકસાન પણ થઈ શકે? એક છે સત્ય આધારિત તર્ક તથ્ય સાથે વાત રાખવી, બીજું છે સતત ઉપેક્ષા કર્યા કરવી. આવા કોડી કોડી નાં નેતાઓ પર કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ. સાબિત કરો અથવા જેલ માં જાઓ.
મૂળ મુદ્દો છે માફી માંગી હતી કે નહીં? કોઈ સમય પર આવી ને માફી માંગી પણ હોય તો એ કોઈ પહાડ જેવડો ગુન્હો નથી બની જતો. અનેક નેતાઓ એવા હતા, જે માત્ર અંગ્રેજો નાં વફાદાર હતા.( એ વિષે ફરી ક્યારેક) સાવરકર ની માફી બાબતે અનેક ગેર સમજ પ્રવર્તે છે. જેલ માં એવો કોઈ રેકોર્ડ નથી. પ્રમાણિત સાહિત્ય માં પણ આવું કંઈ મળતું નથી. ક્દાચ કોઈ પત્ર માં એવો ઉલ્લેખ હોય એવું બને, પણ તેથી શું? તેથી તેમની મહાનતા કમ નથી થઈ જતી, પણ ઓર વધી જાય છે. કેમકે આઝાદી મેળવ્યા બાદ પણ તેઓ રાષ્ટ્ર સેવા જ કરવાના હતા. એકજ પરિવાર નાં ત્રણ સંતાન રાષ્ટ્ર માટે જીવન ખપાવી દે છે એવો આ વિરલ પરિવાર હતો.૧૯૪૮ માં ગાંધીજી ની હત્યા થઈ ત્યારે પણ વીર સાવરકર તરફ આંગળી ઉઠી હતી. ગોડસે નાં અંતિમ ભાષણ ને, જે કોર્ટ માં કબૂલાત નામુ હતું, એ સ્પીચ દાયકાઓ સુધી બહાર ન આવવા દીધું.( મેને ગાંધી કો કયું મારા…? ) આ સ્પીચ માં નાથુરામ વિસ્તાર થી વાત કરે છે. હત્યા ને જાયઝ ન કહી શકાય, પણ વાત આઝાદી નાં ઇતિહાસ ની આવે તો તમામ પાત્રો પર નજર કરવી જોઈએ. અલબત, કોઈ પુરાવા ન મળતાં ૧૦ ફેબ્રુઆરી,૧૯૪૯ નાં રોજ સાવરકર ને માન સહ આરોપ માં થી મુક્ત કરાયા હતા. તેઓ અહિંસા નાં વિરોધી હતા. જ્યારે દુશ્મન હિંસા આચરી રહ્યા હોય, ત્યારે અહિંસા શું કામની? મહત્વ ની વાત એ છે કે સાવરકરે ક્રેડિટ લેવા નું હમેશાં ટાળ્યું છે. સિંધુ નદી નાં કાંઠે વસેલી સભ્યતા માં રહેતા તમામ હિંદુ. આ એમની ફિલોસોફી હતી. મુસ્લિમ તરફી નફરત એમનાં એક વાક્ય તો શું, એક શબ્દ પુરતી પણ ક્યાંય મળતી નથી. જીવન માં ક્યારેય મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવનારું બોલ્યા નથી. શાસ્ત્ર ની સાથે શસ્ત્ર રાખવા નાં હિમાયતી હતા. નાલંદા માં મુસ્લિમ આક્રમણકારો એ આગ ચાંપી દીધી, છ માસ સુધી ગ્રંથો જલતા રહ્યા. માત્ર શાસ્ત્ર ભેગાં કરવા થી ધર્મ રક્ષા ન થઈ શકે. જો નાલંદા માં શસ્ત્રવિદ્યા પર જોર આપવા માં આવ્યું હોત તો આ નોબત ન આવી હોત. શસ્ત્ર વગર ની પ્રજા નિર્બળ અને માંયકાંગલી બની જાય છે. જે ન પોતાનું રક્ષણ કરી શકે છે, ન પોતાની સ્ત્રીઓ ની આબરૂ બચાવવા સક્ષમ હોય છે. અહિંસા અમુક અર્થ માં જ શોભે. તમામ જગ્યા પર આ ન ચાલે.
૧૯૪૫ માં નેતાજી સુભાષચંદ્ર બોઝ જાપાન જતાં પહેલાં સાવરકરજી ને મળ્યા, આશીર્વાદ મેળવ્યા.આઝાદ હિંદ ફૌજ ની સ્થાપના બાબતે સલાહ – સુચન માંગ્યા. ત્યાર બાદ આશીર્વચન મેળવીને નેતાજી વિદેશ ગયેલ.
આઝાદી બાદ તેઓ અનેક રીતે અસંતુષ્ટ હતા.૧ ફેબ્રુઆરી,૧૯૬૬ નાં તેમણે આમરણાંત ઉપવાસ આદર્યા. અન્નજળ નો ત્યાગ કર્યો.૨૬ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહી ને અંતે ૨૬ ફેબ્રુઆરી,૧૯૬૬ નાં રોજ પ્રાણ ત્યાગી દીધા.
નાનકડા ગામડા નો ૧૫ વર્ષ નો છોકરો માં ભારતી ની મૂર્તિ સામે પ્રાણ આહુતિ ના શપથ લે છે…. એન્ડ કટ ટુ ૧૯૬૬. એક પીઢ વ્યક્તિ, આઝાદી થી અસંતુષ્ટ થઈ ને આમરણાંત ઉપવાસ આદરે છે. કોઈ પૂછવા નથી આવતું. અંગ્રેજો, જે ગાંધી ના ઉપવાસ થી ગળગળા થઈ જતા, તે અહીં ફરકતા નથી. કોઈ કોંગ્રેસી નેતા આવતા નથી. અને ભૂખ્યા તરસ્યા રહી ને અંતે પોતાનાં પ્રાણ માં ભારતી નાં ચરણો માં અર્પિત કરી દીધાં.૧૫ વર્ષ ની ઉંમરે લીધેલું પ્રણ પૂરું કર્યું.
આવા મહાન આત્મા વિશે બોલતા પહેલાં સો વાર નહીં, હજાર વાર વિચાર કરવો જોઈએ.

*અવતરણ*
વીરભોગ્ય વસુંધરા.. ફકત વીરો માટે જ વિશ્વ છે.
– વીર સાવરકર.