માણસ છું …!!!

શૂન્યથી ઉત્પન્ન થઈને ધુંટાયેલો હું એ અનાહત નાદ છું ,
આંધી વચ્ચે પણ મક્કમ ડગલે ચાલતો ,તણખલાંનો માણસ છું ….
શાશ્વત પ્રતિક્ષાએ પ્રભાતની હું યે કરું છું ,
ધ્રુવ પ્રદેશ પર આજીવન કેદ પામી બન્યો ,બરફનો માણસ છું …
શિખર ,ખીણ કે ધુમ્મસને ચાખીને હું એ સમજુ છું ,
સદીઓથી વારસાગત અનિદ્રાના રોગથી પિડાતો માણસ છું …
અંતર બાળીને જ્યોત જલાવી હું એ અંધારું ખાળું છું ,
સૂરજ સામે વરસતા વરસાદ વચ્ચે મૂળ તડકાનો માણસ છું …!
બીના પટેલ