આગામી 1 અને 2 જૂનના રોજ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો છે. આ દિવ્ય દરબારને લઇ હવે ગણતરીની ઘડીઓ ગણાઇ રહી છે જેને લઇ આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સૌ કોઈ લોકો એ જાણવા આતુર હતા કે તેઓ ક્યાં રોકાણ કરશે?તેમનો ઉતારો ક્યાં હશે? ત્યારે હવે આવતીકાલે બાબાના આગમન પૂર્વે આયોજકો દ્વારા બાબાનો ઉતારો જાહેર કરવામાં આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં તેમના ભક્ત કિશોર ખંભાયતાના નિવાસ્થાને અમીનમાર્ગ પર આવેલ કિંગ્સ હાઈટ્સ ખાતે રહેશે તેમને ત્યાં ઉતારો આપવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ40 મિનિટ પહેલા

અમે બીજા ફ્લેટમાં રહેવા જશું
કિશોર ખંભાયતા એ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું છેલ્લા એક દોઢ વર્ષથી ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલ છું. હું તેમનો ભક્ત છું અને તેમને મને મારા ઘરે આવવાનું વચન આપ્યું હતું અને એ વચન તેઓ પૂર્ણ કરી આવતીકાલે મારા નિવાસ્થાને ઉતરવાના છે માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આખા બિલ્ડિંગને શણગારવામાં આવધે તેમજ અંદર આખું ઘર પણ શણગારવામાં આવશે. આ ક્ષણ ખુદ પરમાત્મા અમારા ઘરે આવતા હોય તેની ખુશી શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. અમે અમારા ઘરના તમામ સભ્યો નીચેના માળે બીજા ફ્લેટમાં રહેવા જશું અને બાબા અને તેમની ટિમ અમારે ત્યાં આશ્રય લેશે અમને ખુબ ખુશી અને આનંદ છે.
કોણ છે કિશોર ખંભાયતા
કિશોર ખંભાયતા પોતે એક સામાજિક અગ્રણી છે અને સાથે સાથે ઉદ્યોગપતિ પણ છે. તેઓની વિચારધારા રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી છે. રાજકોટના કિશોર ખંભાયતા મધ્યપ્રદેશની મુખ્ય બાગેશ્વરધામ સમિતિ સાથે પણ જોડાયેલા છે. રાજકોટના મુખ્ય આયોજક યોગીન છનિયારા અને કિશોર એક સાથે મુખ્ય મંદિર બાગેશ્વરધામ ખાતે જાય છે અને આવે છે. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ કિશોર ખંભાયતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે નજીકનો નાતો ધરાવી રહ્યા છે અને કદાચ એટલા જ માટે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના ઘરે રોકાણ કરવાના છે. જો કે કિશોર ખંભાયતા ખુબ સરળ સ્વભાવના હોવાથી તેઓ ક્યારે પણ પોતાનો પ્રચાર કરવામાં માનતા નથી માત્ર સનાતન ધર્મ સેવામા તેઓ એક સનાતન હિન્દૂ તરીકે જોડાઈ અને તન મન ધનથી સેવા આપી રહ્યા છે.
ઘરે આવવાનું વચન આપ્યું હતું
બાગેશ્વરધામ સમિતિ રાજકોટના આયોજક યોગીન છનિયારાના જણાવ્યા મુજબ ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટમાં કાર્યક્રમને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે રાત બાબા રાજકોટમાં આવશે અને તેમને ઉતારો અમારા સાથી આયોજક અને બાબાના ભક્ત કિશોર ખંભાયતાના ઘરે આપવામાં આવ્યો છે. આજથી એક દોઢ વર્ષ પહેલા બાબાએ કિશોરભાઈને રાજકોટ તેમના ઘરે આવવાનું વચન આપ્યું હતું માટે તેઓને ઉતારો તેમના ઘરે જ આપવામાં આવ્યો છે.