જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગોપાલપોરા હાઈસ્કૂલમાં મંગળવારે આતંકીઓએ એક મહિલા શિક્ષિકા પર ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ હાલતમાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતો, જ્યાં તેણે દમ તોડી દીધો હતો. મૃતક હિન્દુ શિક્ષકની ઓળખ સાંબા જિલ્લાના રાજ કુમારની પત્ની રજની તરીકે થઈ છે.આ પહેલા પણ આતંકવાદીઓએ બડગામમાં એક ટીવી આર્ટિસ્ટની ગોળી મારી હત્યા કરી હતી.
