PM નરેન્દ્ર મોદીએ શિમલામાં તેમની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે રોડ શોમાં પણ ભાગ લીધો હતો.ત્યારે એક યુવતીએ દ્વારા બનાવેલી પીએમના માતાની પેઈન્ટિંગ સ્વીકારવા માટે તેઓએ કાર રોકી ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પીએમ નરેન્દ્ર મોદી યુવતીને મળ્યા અને તેણીએ બનાવેલી પેઇન્ટિંગને ભેટ તરીકે સ્વીકારી હતી.
