તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં, જાહેર બાંધકામ વિભાગના 6 કર્મચારીઓ પર SC/ST કર્મચારીઓ સાથે ભેદભાવનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપ છે કે કુરાવર સમુદાયના એક કર્મચારીને તેની જાતિના કારણે પરેશાન કરવામાં આવ્યો હતો. આ તમામ કર્મચારીઓ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધી તેમની ધરપકડ કરી હતી.
