વર ફોટોગ્રાફરને સાથે ન લાવ્યો, દુલ્હને એવું કર્યું કે કોઈએ વિચાર્યું નહીં હોય

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના મંગલપુર ગામમાં લગ્નપ્રસંગ દરમિયાન બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વરરાજા ફોટોગ્રાફરને સાથે લઈને ન આવ્યો. જ્યારે દુલ્હનને આ વાતની ખબર પડી ત્યારે તેના ગુસ્સાની કોઈ સીમા ના રહી અને મંડપમાંથી ઉભી થઈને જતી રહી હતી અને આટલી સામાન્ય વાત પર તેણીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.