કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકી વિવાદમાં ફસાયા છે. સોશિયલ મીડિયામાં હાલ તેમના પત્ની અને યુવતી વચ્ચેની બબાલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભરતસિંહ કોઈ અજાણી મહિલા સાથે હોય તે સમયે તેમની પત્ની પહોંચી હતી. બાદમાં યુવતીને લઈ ભરતસિંહની પત્નીએ હોબાળો કર્યા હોય તેવું વીડિયોના દ્રશ્યો પરથી સાબિત થાય છે. પત્નીએ આ યુવતી સાથે ભરતસિંહના સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો.
