એશિયાના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. જેના કારણે અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 3.7 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે MSCI ઈન્ડિયા ઈન્ડેક્સમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો હિસ્સો નીચે આવ્યો છે અને રોકાણકારોની વેચવાલીથી કંપનીના શેરને સતત અસર થઈ રહી છે.
