નાણાકીય વર્ષ 2020-21માં ભાજપને 477 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. તો બીજી તરફ ભાજપની સરખામણીએ કોંગ્રેસને માત્ર 15 ટકા જ ફંડ મળ્યું છે. કોંગ્રેસે 2020-21માં માત્ર 74 કરોડ રૂપિયાનું દાન એકત્ર કર્યું છે. આ રીતે ભાજપ દેશની સૌથી ધનિક પાર્ટી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બંને પક્ષોને મળેલા દાનનો રિપોર્ટ જાહેર કર્યો છે.
