વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ પક્ષે તૈયારી કરી રહી છે. ત્યારે AAP પણ આ વખતે નોંધનીય રીતે ઊભરી આવી છે. એક વાતચીત દરમિયાન AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ પહેલાં AAPના ઉમેદવારો જાહેર કરવામાં આવશે. જો કે AAP સુરતથી સૌરાષ્ટ્રમાં એન્ટ્રી કરવાની રણનિતી ઘડી રહ્યું છે. ઉપરાંત 5 કે 6 જૂને કેજરીવાલ ગુજરાત આવે તેવી શક્યતા છે.
