AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમે યુનિફોર્મ સિવિલ કોડના અમલની વિરુદ્ધ છીએ. ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. આપણે તેને ચાલુ રાખવું જોઈએ. ઓવૈસી AIMIMના રાજસ્થાન યુનિટ લોન્ચ કરવા માટે જયપુર પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું કે ‘અમે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના પક્ષમાં નથી’.
