રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામાંકન થઈ ગયા છે, પરંતુ પસંદગીને લઈને કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભાજપ હવે કોંગ્રેસની અંદર રહેલી નારાજગીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે પોતાના દમ પર જીતી શકે તેવી બેઠકોનો ટાર્ગેટ વધારે રાખ્યો છે. આ માટે પ્રભાવશાળી અપક્ષ ઉમેદવારોને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે, એટલે કોંગ્રેસ માટે રાજ્યસભાનો રસ્તો આસાન નહીં હોય.
