ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ કોલેજ ઓફ કોમર્સ દ્વારા ચાલતા “સર્ટીફીકેટ કોર્ષ ઇન એન્ટરપ્રિન્યોરશિપ “નો સાતમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે .કોલેજના પૂર્વ વિદ્યાર્થીના નિશ્વાર્થ ફાઉન્ડેશન ના સહયોગથી ચાલતા આ નિ:શુલ્ક કોર્ષમાં અત્યારસુધી ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક કોર્ષ પૂરો કરીને પ્રમાણપત્રો મેળવ્યા છે.અત્યારના આધુનીક સમયમાં પ્રસ્તુત હોય તેવ “ધી પ્રેક્ટીસ ઓફ સ્ટાર્ટઅપ્સ”, સ્ટ્રેટેજીક પરસ્પેસ્ટીવ્ઝ એન્ડ ટ્રેન્ડસ ઇન એન્ટરપ્રિન્યોરશિપ” તથા અન્ડરસ્ટેન્ડીંગ એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ધી એન્ટરપ્રિન્યોર વિગેરે જેવા વિષયો ભણાવાયછે . આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે આજનો સમય જ્ઞાનનો છે . બિઝનેસ શરૂ કરવાની વિવિધ સ્કીલ્સ તથા તેની જાણકારી હોવી ખુબજ જરૂરી હોય છે .કોઈપણ વ્યવસાય માટે માર્કેટીંગ, ફાઈનાન્સ, ડીમાન્ડ તથા મેન્યુફેક્ચરીંગ વિશેના જ્ઞાન તથા માહિતી આત્મવિશ્વાસ સાથે પોતાની આવડતથી વ્યવસાય શરુ કરવાની ટ્રેઈનીંગ આ કોર્ષમાં આપવામાં આવે છે . આ કાર્યક્રમનું આયોજન તથા સંચાલન આ કોર્ષના કોઓંર્ડીનેટર પ્રા. અલ્પા પાઘડલ તથા પ્રા.જય મિસ્ત્રીએ કર્યું હતું . નિ:શુલ્ક ચાલતા આ કોર્ષમાં કોલેજના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે
