હાલમાં સિદ્ધ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. મૂસેવાલાની હત્યા બાદ સિંગર મિકા સિંહની સિક્યોરિટી વધારવામાં આવી હતી. હવે મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. મૂસેવાલાની હત્યા લોરેન્સ બિશ્નોઈની ગેંગના ગોલ્ડી બરારે કરી હોવાનું પોલીસ જણાવી રહી છે. આ ગેંગે વર્ષો પહેલાં સલમાન ખાનને જાનથી મારવાની ધમકી આપી હતી. આ જ કારણે મુંબઈ પોલીસે સુરક્ષા વધારી દીધી છે.
