ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ કોલેજ ઓફ કોમર્સ દ્વારા આજે “નો ડ્રગ્ઝ પ્લીઝ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે આજના યુવાનો ક્યારેક આનંદ મેળવવા,મિત્રોની સોબતથી તથા ક્યારેક ડીપ્રેસનને કારણે ડ્રગના રવાડે ચડે છે. વિવિધ પ્રકારના ડ્રગ લેવાથી ડોપામાઇન નામનું રસાયણ ઉત્પન્ન થાય છે જેનાથી તેને અત્યંત આનંદ મળે છે. પરંતુ ડ્રગના ઓવેરડોઝને કારણે શરીરમાં નબળાઈ આવે છે જે ધીરે ધીરે એન્ઝાઈટી, સ્ટ્રેસ, ડીપ્રેશન, લીવર અને કીડનીમાં નુકસાન, હ્રદયના ધબકારામાં વધારો, ચીડીયાપણું તથા યાદશકતી ઘટતી જાય છે. આવા વ્યક્તી માટે જીવન જીવવું મુશ્કેલ બની જાય છે, ચોરી કરે છે, કુટુંબ માટે ભારરૂપ બની જાય છે તથા ક્યારેક મોટો ગુનો પણ કરી શકે છે. આવા ડ્રગ એડીકશનથી બચવા સારા મિત્રો બનાવો, સંગીતમાં રસ લો, ક્રીએટીવ એકટીવીટીઝ કરો ,કુટુંબના સભ્યો સાથે સંવાદ કરો, સ્પોર્ટ્સ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લો. આજના યુવા વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર ફોકસ કરવુ જોઈએ તથા પુરૂષાર્થ કરી લક્ષ્ય પ્રાપ્ત કરવાની ખેવના રાખવી જોઈએ. પ્રિ. વકીલે વધુમાં કહ્યું હતું કે દરેક ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓએ યુવાનોને ડ્રગ એડીકશનમાંથી બચાવા માટે જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરવા જોઈએ તથા કાઉન્સેલીંગ સેન્ટર ઉભા કરી આજના યુવાનો સાથે સંવાદ કરી બહુમૂલ્ય જીવન જીવવાની કળા વીશે વાત કરી તંદુરસ્ત સમાજ નિર્માણ કરવું જોઈએ. ભારત દેશની ઓળખ યંગ ઈન્ડીયા તરીકે નહી પરંતુ સ્ટ્રોંગ ઈન્ડીયા તરીકે ઓળખાય તે વધારે જરૂરી છે. આ કાર્યક્રમના અંતે કોલેજના પ્રા.અલ્પા પાઘડલે આભાર વિધિ કરી હતી.
